Get The App

હવે શહેરની ઇમારતો માટે અલગ ફાયર એક્ઝિટ બંધનકારક

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
હવે શહેરની ઇમારતો માટે અલગ ફાયર એક્ઝિટ બંધનકારક 1 - image


ફાયર વિભાગની પરમીટ હવે ઓન લાઇન મળશે

આ અંગે પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી

મુંબઈ -  શહેરમાં આગના અકસ્માતોમાં ઇમારતોમાંથી બહાર નીકળવામાં અસમર્થતાને કારણે થતી ગૂંગળામણને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા નોંધપાત્ર  છે. આને ધ્યાનમાં રાખીને હવે બધી ઇમારતોમાં અલગ ફાયર એક્ઝિટ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત ફાયર સેફ્ટી પરમિટ હવે ઓનલાઇન ઉપલબ્ધ થશે. આ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે.

આથી મુંબઈ મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે પરવાનગીઓ માટેની અરજીઓ ઓનલાઇન કરવાની રહેશે.

સુધારેલી માર્ગદર્શિકા મુજબ રહેણાંક, કમર્શિયલ અને ઔદ્યોગિક દરેક પ્રકારની ઇમારત માટે અલગ માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. અરજી કરનારાઓએ ઓટો ડીસીઆર પોર્ટલ પર અરજી ફોર્મ ભરવાનું રહેશે અને જરૃરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

બિલ્ડિંગ પ્લાન, ફાયર સેફ્ટી સાધનો, ઇમરજન્સી એક્ઝિટ રૃટ્સ અને ફાયર-રેઝિસ્ટન્ટ મટિરિયલ્સ વિશેની માહિતી સબમિટ કરવી ફરજિયાત છે.

અરજી મળ્યા પછી સંબંધિત અધિકારીઓ ૧૫ દિવસની પ્રારંભિક નિરીક્ષણ બાદ અંતિમ નિર્ણય લેવા માટે ૩૦ દિવસની મર્યાદા નક્કી કરી છે.

કઈ ઇમારતો માટે કયા માપદંડો?

રહેણાંક ઇમારતો ઃ જો ઇમારત ૧૫ મીટરથી વધુ ઊંચી હોય તો ફાયર એલાર્મ સિસ્ટમ, ફાયર પમ્પ, પાણીની ટાંકી અને ઇમરજન્સી સીડીઓ જરૃરી છે. દર વર્ષે ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ ફરજિયાત કરી છે. જો ઇમારત ૨૪ મીટરથી વધુ ઊંચી હોય તો સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, ફાયર લિફ્ટ અને હાઇડ્રેન્ડ નેટવર્ક હોવું જરૃરી છે. આ ઇમારતોનું દર વર્ષે ફાયર બ્રિગેડ દ્વારા ઓડિટ કરવામાં આવશે.

કમર્શિયલ ઇમારત ઃ મોલ, સિનેમા, ઓફિસ સંકુલ, દરેક માળ પર અગ્નિશામક ઉપકરણો, ધુમાડાના એલાર્મ, ફાયર એક્ઝિટ જરૃરી છે. કમર્સિયલ સંકુલ માટે દર વર્ષે ફાયર એનઓસી રિન્યુ કરાવવું ફરજિયાત કર્યું છે.

ઔદ્યોગિક ઇમારત ઃ હોસ્પિટલો, શાળાઓ અને પ્રયોગશાળાઓ, ઓક્સિજન સિલિન્ડર તથા જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ માટે અલગ સલામતી યોજના જરૃરી છે. એટલું જ નહીં હોસ્પિટલોમાં દર ત્રણ મહિને ફાયર ડ્રીલ કરવી પડશે.


Tags :