Get The App

ઝડપથી ઘર ખાલી કરાવવા સિનિયર સિટિઝન કાયદો વાપરી શકાય નહીંઃ હાઈકોર્ટ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ઝડપથી ઘર ખાલી કરાવવા સિનિયર સિટિઝન કાયદો વાપરી શકાય નહીંઃ હાઈકોર્ટ 1 - image

પુત્રને ઘર ખાલી કરવા જણાવતો ટ્રિબ્યુનલનો આદેશ રદબાતલ

પુત્રને ઘર ખાલી કરાવવાનો આદેશ મેળવવા દિવાની ઉપાયના વિકલ્પ તરીકે કાયદો વપારી શકાય નહીં

મુંબઈ  - માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણનો કાયદો ઘર ખાલી કરવાની સામાન્ય  દિવાની કાર્યવાહીના વિકલ્પ તરીકે વાપરી શકાય નહીં અને કાયદા  હેઠળ ઘર ખાલી કરવાવાની કાર્યવાહી ત્યારે જ માન્ય છે જ્યારે કાયદા હેઠળની શરતો પૂર્ણ થતી હોય.

ટ્રિબ્યુનલ પોતાની સત્તા વાપરી શકે તે પહેલાં એ દર્શાવવું જરૃરી છે કે વરિષ્ઠ નાગરિક પોતાનું ભરણપોષણ કરવા અક્ષમ છે કેમ કે આ બાબત કાયદાની મૂળભૂત જરૃરિયાત છે.સામાન્ય પારિવારિક મિલકત વિવાદને ઉકેલવા કાયદાનો ઉપયોગ થઈ શકે નહીં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

વરિષ્ઠ નાગરિક કલ્યાણ કાયદાની જોગવાઈ હેઠળ વરિષ્ઠ નાગરિકે પોતાના પુત્ર સામે ઘર ખાલી કરાવવાનો આદેશ મેળવ્યા બાદ ે ઉદ્ભવ્યો હતો. ટ્રિબ્યુનલે ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો અને અપીલમાં બહાલી પણ થઈ હતી. પુત્રે આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે કાનૂની યોજના ખઓટી રીતે લાગુ કરાઈ છે.ટ્રિબ્યુનલે  અધિકારક્ષેત્ર બાહ્ય આદેશ આપ્યો છે જ્યારે વરિષ્ઠ નાગરિક પોતે ભરણપોષણ કરી શકે તેમ નહોવાનું પુુરવાર થતું નથી.

હાઈકોર્ટે  કાયદાનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ જણાવ્યું હતું કે કાયદાનો આધાર કલમ ચાર છે અને ભરણપોષણનો અધિકાર માત્ર ત્યારે જ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિક પોતાની કમાયેલી મિલકતમાંથી પોતાનું ગુજરાન ચલાવી શકે નહીં. આવી અક્ષમતા માત્ર ઔપચારિકતા નથી પણ અધિકારક્ષેત્ર બાબતની હકીકત છે અર્થાત જો આ શરત પૂર્ણ થતી નહોય તો ટ્રિબ્યુનલ સુનાવણી કરી શકે નહીં.

કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કાયદો વરિષ્ઠ નાગરકોને અવગણના અને લાચારીની સ્થિતિમાં રક્ષણ આપે છે.પરિવારના સભ્યો વચ્ચે મિલકત વિવાદને સેટલ કરવા સમાંતર યંત્રણા પૂરી પાડતો નથી.

કોર્ટે નોંધ કરી હતી કે વરિષ્ઠ નાગરિક મિલકતની માલિકી ધરાવતા હોવા માત્રને લીધે કાયદા હેઠળ આપમેળે ઘર ખાલી કરાવી શકાતું નથી.ટ્રિબ્યુનલે નક્કી કરવું જરૃરી છે કે વરિષ્ઠ નાગરિક પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ છે કે નહીં અને અન્ય શરતોનું પાલન થાય છે કે નહીં અન્યથા સીધે સીધું ઘર ખાલી કરવાનો આદેશ અધિકારક્ષેત્ર બાહ્ય ગણાશે.

સામાન્ય દિવાની ઉપાયો ઉપલબ્ધ હોય ત્યાં સુધી સિનિયર સિટિઝન કાયદો ઝડપથી ઘર ખાલી કરવાવાના સાધન તરીકે વાપરી શકાય નહીં. આ કેસમાં એવું પુરવાર થતું નથી કે પુત્રે પણ ભરણપોષણ આપવાની ફરજ નકારી હોય, એવી કોર્ટે નોંધ કરીને ટ્રિબ્યુનલના અદાશને ફગાવી દીધો હતો.