સ્કૂલ બસ પાણીમાં ફસાઈ, પોલીસે બાળકોને ખભે ઉંચકી સુરક્ષિત ખસેડયા

કેડસમા
પાણીમાં બાળકોને ઊંચકીને ચાલતા પોલીસ જવાનો પર મુંબઈ ઓળઘોળ
માટુંગની
બસ સાયન જતી હતી ત્યારે પાણીમાં ફસાતાં
રેસ્ક્યૂઃ બાળકોએ નચિંત રીતે પોલીસની પીઠ
પર સવારી કરી, પોલીસ સ્ટેશનમાં આનંદ માણ્યો
મુંબઈ
- મુંબઇના માટુંગા વિસ્તારમાં સોમવારે
ભારે વરસાદ વચ્ચે પાણી ભરાયેલા રસ્તા પર
ફસાયેલી સ્કૂલ બસમાંથી પોલીસે છ બાળકો અને બે સ્ટાફ મેમ્બરને બચાવ્યા હતા. પોલીસ કર્મચારીઓ પોતાની પીઠ પર બાળકોને ઉંચકીને
કમર સુધીના પાણીમાં ચાલતા હોય તેવા વિડીયો વાયરલ થતાં નેટ યૂઝર્સ તરફથી આ પોલીસ
જવાનોની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.
રવિવાર
રાતથી ભારે વરસાદ શરૃ થયો હતો. જો કે,
શાળાઓ માટે રજા જાહેર કરવામાં આવી ન હતી. પરિણામે, સોમવારે સવારે બાળકો રાબેતા મુજબ શાળાએ ગયા હતા. મુશળધાર વરસાદને કારણે
શાળાને છોડી મૂકવામાં આવી હતી અને બપોરની સ્કૂલોને રજા આપવામાં આવી હતી. ત્યારે
સાયનના કિંગ્સ સર્કલમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનો બંધ પડી ગયા હતા. જેથી
માટુંગાથી આવતી એક સ્કૂલ બસ જ પાણીમાં ફસાઈ ગઈ હતી.
પોલીસ
કર્મચારીઓ બાળકોની પીઠ પર બેસાડીને કમર સુધીના પાણીમાં ચાલતા દેખાતા વાયરલ
વીડિયોને નેટીઝન્સ અને મુંબઇ પોલીસ કમિશનર
દેવેન ભારતી તરફથી પ્રશંસા કરવામાં આવી હતી.
શહેરમાં
સતત વરસાદ પડતા ઘણા સ્થળે પાણી ભરાઇ ગયા હતા સ્કૂલોમાં અડધો દિવસ રજા જાહેર
કરવામાં આવી હતી. ત્યાં સ્કૂલબસમાં બાળકો
એ સ્ટાફ જઇ રહ્યા હતા. માટુંગા ખાતે પાણી
ભરાયેલા રસ્તા પર બસ ફસાઇ ગઇ હતી. ત્યારે પોલીસે બચાવ કામગીરી હાથધરી હતી. તેઓ
સલામતીના કારણોસર બાળકોને માટુંગા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.
પોલીસકર્મીઓ
બાળકીઓને ખભે ઉંચકીન કમર સમાણા પાણીમાંથી રસ્તો કરી રહ્યા છે તેવાં દ્રશ્યોએ
લોકોનું દિલ જીતી લીધું હતું. બાળકી પણ જાતે પોોતાના પિતા સાથે હોય એમ નચિંત રીતે
આ પોલીસ કર્મચારીના ખભે બેસીગઈ હતી.
સંખ્યાબંધ
લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મોટાભાગે પોલીસ માટે આપણી નેગેટિવ ઈમેજ છે પરંતુ
આ તસવીરે દિલ જીતી લીધાં છે. પોલીસ ક્યારેક કેટલી સંવેદનશીલતા અને માનવતાવાદી રીતે પણ વર્તે છે તેનો આ પુરાવો
છે.
ડોન બોસ્કો
સ્કૂલથી પ્રતીક્ષા નગર જતી સ્કૂલ બસના બાળકોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી
પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. પોલીસ સ્ટેશને બાળકો માટે અલાયદો એક કક્ષ છે જ્યારે
દિવાલો પર હળવાં ચિત્રો સાથે રંગરોગાન છે. ત્યાં આ બાળકોએ આનંદથી સમય પસાર કર્યો હતો.
બાદમાં માતાપિતા પોલીસ મથકે પહોંચતાં
તેમને સુરક્ષિત રીતે બાળકોની સોંપણી કરાઈ હતી.









