Get The App

સપના ગિલના છેડતીના આરોપો ખોટા - પૃથ્વી શોનું કોર્ટમાં નિવેદન

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
સપના ગિલના છેડતીના આરોપો ખોટા - પૃથ્વી શોનું કોર્ટમાં નિવેદન 1 - image

અંધેરીની હોટેલમાં સેલ્ફી મુદ્દે તકરાર થઈ હતી

સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે બદનામી કરવા અને મહિલા તરીકે વિક્ટિમ કાર્ડ રમવા આરોપો કર્યાનો દાવા

મુંબઈ -  કથિત છેડતીના કેસમાં સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલે કરેલી અરજીનો ક્રિકેટર  ક્રિકેટર પૃથ્વી શોએ જવાબ નોંધાવીને જણાવ્યું હતું કે મહિલા હોવાનું કાર્ડ રમીને ગિલે લોકપ્રિયતા મેળવવા પોતાની સામે ખોટા અને ઉપજાવેલા આરોપો કર્યા છે. પબમાં બનેલી ઘટના બાદ પોતાની બદનામી કરવાનો ઈરાદો હોવાનું શોએ જણાવ્યું હતું. કોર્ટે ૩૧ માર્ચ પર સુનાવણી રાખી છે.

ગિલે એપ્રિલ ૨૦૨૪માં દિંડોશી સેશન્સ કોર્ટ સમક્ષ ફોજદારી રિવિઝન અરજી કરી હતી જેમાં મેજિસ્ટ્રેટના આદેશને પડકારવામાં આવ્યો હતો. આદેશમાં ૨૦૨૨માં અંધેરીના અકે પબમાં શો સામે કથિત છેડતી બદલ પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ અપાવાનો ઈનકાર કરાયો હતો. સેશન્સ કોર્ટે વારંવાર તારીખો પર અરજી પર શોનો જવાબ માગ્યો હતો.   

ગિલે પહેલાં અંધેરી મેજિસ્ટ્રેટ  કોર્ટમાં ફરિયાદ નોંધી હતી અને પોલીસ કેસ નોંધવા દાદ માગી હતી. કોર્ટે માત્ર તપાસનો આદેશ આપતાં ગિલે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.

ફેબુ્રઆરી ૨૦૨૩માં અંધેરીની હોટેલમાં શો સાથે સેલ્ફી લેવા બાબતે થયેલી કથિત બોલાચાલી બાદ તેના પર હુમલો કરવા સંબંધે ગિલ અને અન્યોની ધરપકડ થઈ હતી. જામીન મળ્યા બાદ ગિલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં શો સામે કથિત વિનયભંગની ફરિયાદ કરી હતી. પોલીસે કેસ નોંધ્યો નહોતો.