ધૂરંધર ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરી હોવાનો આરોપ કર્યો હતો
ધરે કરેલા બદનક્ષીના દાવાનો હાઈકોર્ટ દ્વાર નિકાલઃ જોકે, સંતોષકુમારને ધર સામે કોઈ દાવો કરવા છૂટ આપી
મુંબઈ - તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'ધૂરંધર'ના દિગ્દર્શક આદિત્ય ધર દ્વારા ફિલ્મ નિર્માતા સંતોષ કુમાર સામે દાખલ કરાયેલા માનહાનિના દાવાનો બોમ્બે હાઈકોર્ટે નિકાલ કર્યો છે. ફિલ્મ નિર્માતા સંતોષ કુમારે ફિલ્મની સ્ક્રિપ્ટ તેમના મૂળ કૃતિ 'ડી સાહેબ' માંથી 'કોપી' કરવામાં આવી છે. કુમારે ધાર વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સમાં જે કંઈ કહ્યું હતું તેના માટે માફી માંગ્યા બાદ સિંગલ-જજ જસ્ટિસ આરિફ ડોક્ટરે ૩૦ એપ્રિલના રોજ કેસનો નિકાલ કર્યો હતો.
સંતોષ કુમાર (જે કોર્ટમાં હાજર છે) વતી હાજર રહેલા વકીલે ૩૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ યોજાયેલી પ્રેસ મીટિંગમાં આપેલા નિવેદનો બદલ માફી માંગી છે. આદિત્ય ધર વતી હાજર રહેલા વકીલે રજૂઆત કરી છે કે, માફી માંગવામાં આવી હોવાથી તેમના ક્લાયન્ટ નુકસાન માટે દાવો દાખલ કરવા માંગતા નથી. તેઓ ઉપરોક્ત માફી સ્વીકારે છે અને રજૂઆત કરે છે કે હવે દાવોનો તે મુજબ નિકાલ કરી શકાય છે. આને ધ્યાનમાં રાખીને, દાવોમાં હવે કંઈ બચ્યું નથી અને તે મુજબ તેનો નિકાલ કરવામાં આવે છે,એમ જસ્ટિસ ડોક્ટરે આદેશમાં નોંધ્યું છે.
જોકે, ન્યાયાધીશે કુમારને ફિલ્મની સ્ક્રિપ્ટ પરના તેમના દાવા અંગે યોગ્ય કાર્યવાહી શરૃ કરવાની સ્વતંત્રતા આપી છે. આદેશમાં લખ્યું છે કે, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જો કુમારને ફિલ્મ ધુરંધર-ધી રિવેન્જ'(૨૦૨૬)ની સ્ક્રિપ્ટ અંગે વાદી સામે કોઈ દાવો કરવાનો હોય, તો તે આમ કરવા માટે સ્વતંત્ર રહેશે અને આ આદેશ કોઈપણ રીતે આવા દાવાના માર્ગમાં આવશે નહીં.
ધુરંધર ફિલ્મના બીજા ભાગ 'ધુરંધર- ધી રિવેન્જ' (૨૦૨૬)ના રીલિઝ પછી ફિલ્મ નિર્માતા વિરુદ્ધ કથિત બદનક્ષીભરી ટિપ્પણીઓ બદલ કુમાર સામે પ્રતિબંધ મૂકવાના આદેશોની માંગણી ધર દ્વારા કરવામાં આવી હતી. તેમણે નિર્દેશ કર્યો હતો કે કુમારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી અને સ્ક્રિપ્ટ ચોરીના ચોક્કસ આરોપો લગાવ્યા હતા. કુમારે દાવો કર્યો હતો કે તેમણે 'ડી સાહેબ' નામની તેમની મૂળ સ્ક્રિપ્ટ વિશે ઘણા મોટા પ્રોડક્શન હાઉસ સાથે ચર્ચા કરી હતી, પરંતુ કંઈપણ આગળ વધે તે પહેલાં જ, ધરે તેમની સ્ક્રિપ્ટની નકલ કરી અને ફિલ્મ બનાવી લીધી હતી.


