સંજય ગઢવીની અંતિમયાત્રામાં બોલીવૂડમાંથી પાંખી હાજરી

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
સંજય ગઢવીની અંતિમયાત્રામાં બોલીવૂડમાંથી પાંખી હાજરી 1 - image


ફક્ત સોશિયલ મીડિયા પોસ્ટ કરી સંતોષ માન્યો

તબુ, રાણી મુખર્જી, આશુતોષ ગોવરીકર, સોનુ નિગમ હાજરઃ ધૂમની ટીમ ગેરહાજર

મુંબઇ :  ધૂમ અને ધૂમ ટુના ડાયરેકટર સંજય ગઢવીનું ગઈકાલે હાર્ટ એટેકથી નિધન થયા બાદ આજે તેમની અંતિમ યાત્રામાં બોલીવૂડમાંથી આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ હસ્તીઓએ હાજરી આપી હતી. 

 સ્વ. સંજય ગઢવીની અંતિમ યાત્રામાં ં રાણી મુખર્જી,  તબ્બુ, સિદ્ધાર્થ આનંદ,આશુતોષ ગોવારીકર અને સિંગર સોનુ નિગમ જોવા મળ્યા હતા.  તેમની 'ધૂમ' અને 'ધૂમ ટૂ' ફિલ્મના કલાકારોની ટીમમાંથી કોઈ દેખાયું ન હતું. 

ગઈકાલે અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ, હૃતિક રોશન તથા બિપાશા બસુ સહિતના 'ધૂમ'ના કલાકારોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી  હતી. 

સ્વ. સંજય ગઢવીની 'ધૂમ' સીરીઝ સહિત મોટાભાગની ફિલ્મો યશરાજ ફિલ્મ્સના બેનરની હોવાથી આ પ્રોડક્શન કંપની વતી રાણી મુખર્જી હાજર રહી હતી. 

સંજય ગઢવીનું ગઈકાલે અંધેરી લોખંડવાલા ખાતે મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવવાથી અવસાન થયું હતું. તેમની અંતિમ વિધિ આજે ઓશિવારા સ્મશાન ગૃહ ખાતે યોજાઈ હતી. 

બે દિવસ પછી જ તા. ૨૨મી નવેમ્બરે તેમનો જન્મદિવસ છે અને તે દિવસે તેઓ ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશવાના હતા.



Google NewsGoogle News