જેમાં અભિનેતા ૩૩ વરસ પછી ફરી બલ્લૂના પાત્રમાં લાંબા વાળ-દાઢી સાથે જોવા મળ્યો
મુંબઇ - હાલમાં સંજય દત્તે ખલનાયકના લુકનો વીડિયો શેર કરીને લોકોને અચંબામાં મુકી દીધા છે. અભિનેતાએ એક વીડિયો દ્વારા પોતાનું પ્રથમ લુક જાહેર કર્યું છે,જેમાં તે ૩૩ વરસ પછી બલ્લૂના લાંબા વાળ અન ેદાઢીના ખૂંખાર લુકમાં જોવા મળી રહ્યો છે.
અભિનેતાએ શુક્રવારે ખલનાયક રિટન્ર્સનો પ્રથમ લુક અનાઉસમેન્ટ વીડિયો બહાર પાડયો હતો. જેમાં તેણ ેલખ્યું હતુ ંકે, અમુક વાર્તાઓનો અંત આવતો નથી...તે ફરી બીજી વખત શરૃ થતી હોય છે, ખલનાયક રિટર્ન્સ.ટીઝર વીડિયોમાં એક વ્યક્તિ જખમી હાલતમા ંજમીન પર પડેલો જોવા મળે છે. આ પછી સંજય દત્તની એન્ટ્રી થાય છે. તે એ જમીન પર પડેલા વ્યક્તિની પાસેજાય છે અને સિગાર પેટાવતા કહે છે કે, કહ્યું હતું ને કે, ૧૦ ઓકટોબરના રાતના ૧૦ વાગ્યે બલ્લૂ જેલથી ફુરર..થઇ જશે. એ પછી સંજય દત્ત નાયક નહીં ખલનાયક હું ગીત ગાતો સાંભળવા મળે છે. જોકે આનાથી વધુ કોઇ માહિતી શેર કરવામા ન આવતાં ં ખાનગી રાખવામાં આવી છે.
આ ઇવેન્ટમાં સુભાષ ઘાઇની પણ હાજરી જોવા મળી હતી. જોકે તેણે આ ફિલ્મના દિગ્દર્શન અંગે ઇન્કાર કર્યો હતો. આ ફિલ્મની સ્ટારકાસ્ટ, વાર્તા,દિગ્દર્શક તેમજ અન્ય બાબતોનો ઉલ્લેખ ન કરતાં ખાનગી રાખવામાં આવ્યું છે.


