Mumbai

સલમાન ખાને લદ્દાખમાં ઓછા ઓક્સીજન લેવલમાં શૂટિંગ કર્યાથી સ્વાસ્થય પર અસર

By GS TEAM
20 Sep 20251 min read
સલમાન ખાને લદ્દાખમાં ઓછા ઓક્સીજન લેવલમાં શૂટિંગ કર્યાથી સ્વાસ્થય પર અસર

પરિણામે અભિનેતાએ મુંબઇમાંના બીજા શેડયુલને શરૃ કરતા પહેલા બ્રેક લીધો

મુંબઇ -સલમાન ખાન હાલ બેટલ ઓફ ગલવાનના શૂટિંગમા ંવ્યસ્ત છે. હાલમાં જ અભિનેતાએ લદ્દાખનું પ્રથમ શેડયુલ પુરુ કર્યું છે અને મુંબઇ પાછો ફર્યો છે. હવે બીજા શેડયુલના શૂટિંગની તૈયારી મુંબઇમાં થઇ ગઇ છે. પરંતુ અભિનેતાએ એ શૂટિંગ શરૃ કરતા પહેલા બ્રેક લીધો છે. 

સલમાન અને ફિલ્મની ટીમે લદ્દાખમાં ૧૦ ડિગ્રી કરતાં પણ ઓછા તાપમાનમાં શૂટિંગ કર્યું હતું જેના કરણે તેની તબિયત પર વિપરિત અસર પડી હોવાથી તે એક એઠવાડિયું આરામ કરવાનો છે. 

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, બેટલ ઓફ ગલવાનનું બીજું શેડયુલ મહત્વપૂર્ણ છે. જેમાં ભરપુર ઇમોશનલ અને એકશન સીન્સ શૂટ કરવાના છે.  

 સલમાન ખાન લદ્દાખથી શટૂિંગ કરીને પાછો આવ્યા પછી તેના આગામી અઠવાડિયે જ શૂટિંગ શરૃ કરવાની યોજના હતી. પરંતુ સલમાને હાલ થોડા દિવસ આરામ કરવાનો નિર્ણય કર્યો છે.