સલમાને સીઝ ફાયર વિશે પોસ્ટ કર્યા બાદ ડીલીટ કરી દીધી
સીઝ ફાયર માટે હાશકારો વ્યક્ત કર્યો હતો
અગાઉ ઓપરશન સિંદૂર માટે કોઈ પોસ્ટ નહિ કર્યાની ટીકાઓ થતાં ડીલીટ
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયું તે પછી હાશકારો વ્યક્ત કરતી પોસ્ટ સલમાન ખાને સોશિયલ મીડિયા પર મૂકી હતી. જોકે, ગણતરીની ક્ષણોમાં જ તેણે આ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી.
વાસ્તવમાં સલમાને આ પોસ્ટ મૂકી તે પછી તરત જ નેટ યૂઝર્સ દ્વારા તેણે અગાઉ ઓપરેશન સિંદૂરના ટેકામાં કોઈ પોસ્ટ નહિ કરી હોવાની ટીકાઓ શરુ થઈ હતી. આ ટીકાઓ બહુ વ્યાપક સ્વરુપ લેશે તેવી આશંકાથી સલમાને છેવટે મૂળ પોસ્ટ પણ ડીલીટ કરી દીધી હતી. જોકે, સલમાનના કેટલાક ચાહકોએ તેનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને થોડા કલાકોમાં જ સીઝફાયરનો ભંગ કર્યો હતો. આથી, પોતાની પોસ્ટનો કોઈ મતલબ ન રહેતાં સલમાને આ પોસ્ટ ડીલીટ કરી છે. આખી વાતમાં સલમાનનો કોઈ વાંક નથી.
ઉલ્લેખનીય છે કે બોલીવૂડ કલાકારો ક્યારેક આતંકી હુમલા કે સૈન્ય કાર્યવાહી અંગે કોઈ પોસ્ટ નથી કરતા અથવા તો લોકલાગણી કરતાં જુદી પોસ્ટ મૂકે છે ત્યારે ત્યારે ભારે વિરોધ વંટોળ ઊભો થાય છે.