Mumbai

સૈફે 30 કરોડમાં ઓફિસ ખરીદી, કાજોલે 7 લાખમાં ભાડે આપી

By GS TEAM
19 Nov 20251 min read
સૈફે 30 કરોડમાં ઓફિસ ખરીદી, કાજોલે 7 લાખમાં ભાડે આપી

બોલીવૂડમાં વધુ બે મોટા પ્રોપર્ટી સોદા

સૈફએ મુંબઈના અંધેરીમાં બે ઓફિસ ખરીદી, કાજોલે નવ વર્ષ માટે પ્રોપર્ટી ભાડે આપી

મુંબઇ -  બોલીવૂડ કલાકારો મુંબઈમાં રિયલ એસ્ટેટમાં ધૂમ  રોકાણ કરી રહ્યા છે. સૈફ અલી ખાને મુંબઈના અંધેરી વિસ્તારમાં ૩૦ કરોડ રુપિયામાં બે ઓફિસ ખરીદી  છે. બીજી તરફ કાજોલે ગોરેગાંવની તેની કમર્શિઅલ પ્રોપર્ટી   મહિને સાત લાખના ભાડે આપી છે. 

સૈફે  કુલ ૫૬૮૧ ચોરસ ફૂટની બે ઓફિસ ખરીદી છે. તેની સાથે  તેને છ કાર પાર્કિંગ એલોટ થયાં છે. સૈફએ આ માટે ૧.૮૪  કરોડની સ્ટેમ્પ ડયૂટી પણ ભરી છે. 

બીજી તરફ કાજોલે પોતાની પ્રોપર્ટી નવ વર્ષ માટે ભાડે આપી છે. પહેલાં ત્રણ વર્ષ માટે તેને દર મહિને ૬.૯ લાખનું ભાડું મળશે. બાદમાં દર ત્રણ વર્ષે આ ભાડામાં ૧૫ ટકા વધારો થશે. નવ વર્ષમાં તેને કુલ ૮.૬ કરોડનું ભાડું મળશે.