Get The App

ગડકરી દ્વારા પ્રશંસાના થોડા દિવસોમાં જ આરટીઓ અધિકારી સસ્પેન્ડ

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
ગડકરી દ્વારા પ્રશંસાના થોડા દિવસોમાં જ આરટીઓ અધિકારી સસ્પેન્ડ 1 - image

રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી  

ગડકરીએ જાહેર પ્રશંસા કર્યા પછી એક વર્ષ જૂના કેસમાં સરકાર દ્વારા  સસ્પેન્શનનું પગલું

મુંબઈકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરના આરટીઓ અધિકારી કિરણ બિડકરની જાહેરમાં પ્રશંસા કરી તેના થોડા જ દિવસોમાં ી એક વર્ષ જૂના એક કેસમાં  તેમને સસ્પેન્ડ કરી દેવાતાં રાજકીય ચર્ચા જાગી છે.

મહારાષ્ટ્ર સરકારે નાગપુર શહેરના પ્રાદેશિક પરિવહન અધિકારી કિરણ બિડકરને ૨૦૨૫માં થયેલા સ્કૂલ વાહન અકસ્માત કેસમાં કથિત બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં સ્કૂલ વાન અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં એક વિદ્યાર્થી અને વાહનચાલકનું મોત થયું હતું.

  સરકારી તપાસમાં સામે આવ્યું હતું કે અકસ્માતગ્રસ્ત સ્કૂલ વાન માન્ય ફિટનેસ સટફિકેટ વગર ચલાવવામાં આવી રહી હતી. કચેરીના વડા તરીકે ફરજમાં બેદરકારી દર્શાવવાના આરોપસર બિડકર સામે મહારાષ્ટ્ર સિવિલ સવસિસ નિયમો હેઠળ વિભાગીય કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

  નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ નાગપુરમાં માર્ગ સલામતી અભિયાન, ટ્રાફિક જાગૃતિ, હેલ્મેટ રેલી અને ઇ-ચલણ અમલીકરણ માટે બિડકરના કાર્યની પ્રશંસા કરી હતી. ગડકરીના વખાણ બાદ તરત જ એક વર્ષ પહેલાંના કેસમાં આરટીઓ અધિકારી પર તવાઈ આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે.