ટેક્સીવાળા ભાડું નકારે તો કોલ-મેસેજ કરી શકાશે
આરટીઓની સવારીને લગતા નિયમોનો ભંગ કરતી ટેક્સીઓ સામે ખાસ હેલ્પલાઈન
મુંબઇ : હવે ટેક્સી ડ્રાઇવરોની મનમાની ઉપર લગામ લાગશે. ટુંકા અંતરની સવારી નકારતા ડ્રાઇવરોની ફરિયાદ તરત જ તાડદેવ આરટીઓની વિશેષ ટીમને કોલ ઉપર કરી શકાશે. ગત ૧૨ દિવસમાં આવા ૧૯ ડ્રાઇવરોને આરટીઓએ નોટિસ મોકલી છે.
તાડદેવ આરટીઓએ મનમાની કરનારા ટેક્સી ડ્રાઇવરોને ઝડપી પાડવા માટે એક વિશેષ ટીમની રચના કરી છે. આ ટીમના સભ્યો રેલવે સ્ટેશનો અને બજારો સહિત શહેરના ભીડ જમા થાય તેવા સ્થળોની મુલાકાત લે છે. આ સભ્યોને વિશેષ તાલીમ અપાઇ છે. તેમના માટે એક કંટ્રોલ રૃમ પણ બનાવાયો છે. ફરિયાદના દરેક કોલનો ઉત્તર ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓ આપશે. ટેક્સીચાલક ગેરવર્તન કરે, વધુ ભાડું ઉઘરાવે કે ટુંકા અંતરનું ભાડું નકારે તો પ્રવાસીઓ ૯૦૭૬૨૦૧૦૧૦૧ નંબર પર સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી વિશેષ ટીમનો સંપર્ક કરી શકે છે. સાત વાગ્યા બાદ આ નંબર ઉપર વોટસએપ મેસેજ કે ૅસર૦૧ાચટૈર્બસૅનચૈહાજ્રયસચૈન.ર્બસ પર ઇ-મેલ પાઠવી શકે છે.
તાડદેવ આરટીઓની બે વિશેષ ટીમો દક્ષિણ મુંબઇ અને શહેરના અન્ય વિસ્તારોમાં ટેક્સી પ્રવાસીઓની મદદ માટે બનાવવામાં આવી હોવાનું તાડદેવ આરટીઓ અધિકારીએ કહ્યું હતું. આ સ્કવોડ ટેક્સી ચાલકોનું કાઉન્સલિંગ કરી તેમને પ્રવાસીઓ સાથે ગેરવર્તન ન કરવાની શિખામણ પણ આપે છે.


