Mumbai

ગણેશ મંડપો માટે રસ્તા પર ખાડો ખોદવા સામે 15 હજારનો દંડ

By GS TEAM
24 Jul 20251 min read
ગણેશ મંડપો માટે રસ્તા પર ખાડો ખોદવા સામે 15 હજારનો દંડ

ફી માફીનો ગત શિંદે સરકાર વખતનો નિર્ણય રદ 

પાંચ વર્ષની સામટી પરવાનગીનો નિર્ણય પણ રદઃ  વિવિધ મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો  સિસ્ટમ

મુંબઇ  -  મુંબઇ મહાનગર પાલિકાએ ગણેશોત્સવમાં મંડપ માટે રસ્તા પર ખાડો  ખોદાશે તો પ્રત્યેક ખાડા દીઠ રૃા.૧૫૦૦૦ દંડ વસુલ કરવાની જાહેરાત કરી છે. અગાઉ પ્રતિખાડા દીઠ બે હજાર રૃપિયા  દંડ લેવાતો હતો.  ગયા વર્ષે તત્કાલીન મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ  ગણેશોત્સવ મંડળ ફી માફ કરી હતી. પરંતુ આ વર્ષે પાલિકા એ રૃા.૧૦૦ ભરવાનું ફરજિયાત  કર્યુ છે. 

 ગણેશમંડળો માટે  પાલિકાએ ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ શરૃ કરી છે.

મુંબઇમાં લગભગ બાર હજાર સાર્વજનિક ગણેશોત્સવ મંડળ છે. જ્યારે સવા લાખ  સ્વગૃહ ગણેશોત્સવ ઉજવાય છે. ગયા વર્ષે રાજ્ય સરકારે વર્ષો જૂનાં મંડળોને પાંચ વર્ષની સામટી પરવાનગી અપાશે તેમ જાહેર કર્યું હતું.   પરંતુ હવે મહાપાલિકાએ જાહેર કરેલી નિયમાવલી અનુસાર બધા મંડળોને પરવાનગી લેવી પડશે.

પાલિકાએ ઓનલાઇન ૫૨ પરવાનગી માટે અરજીની સુવિધા ઉપલબ્ધ  કરી છે.  

સિંગલ વિન્ડો સિસ્ટમ થકી સ્થાનિક પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક પોલીસ પાસેથી એન.ઓ.સી. (નો ઓબ્જેકશન સર્ટીફિકેટ) મેળવવાનું  સરળ બનશે.