Get The App

બસ અકસ્માતમાં પગ ગુમાવનાર યુવકને 1 કરોડનાં વળતરનો આદેશ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
બસ અકસ્માતમાં પગ ગુમાવનાર યુવકને  1 કરોડનાં વળતરનો આદેશ 1 - image


સોલપુર હાઈવે પર બસ ચાલકની બેદરકારીથી પસ પલટી

 ફરી મેનેજર તરીકે કામ કરી શકે તેમ નહોવાથી સો ટકા વિકલાંગતા માનવી પડશે , એવી ગ્રાહક પંચની નોંધ

મુંબઈ -  ચાર વર્ષ પૂર્વે પુણે પાસે અકસ્માતમાં જમણો પગ ગુમાવનારી નાલાસોપારાની ૩૪ વર્ષીય વ્યક્તિને વ્યાજ સાથે એક કરોડની ભરપાઈ આપવાનો મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે.

બસ માલિક આર. એન. કેબ્સ પ્રા. લિ. અને વીમા કંપનીએ ભરપાઈની રકમ સંયુકત પણે અભિજીત પુજારેને આપવાનો આદેશ અપાયો છે. પૂજારે અકસ્માત સમયે દિલ્હીની એક શિપિંગ કંપનીમાં મેનેજર હતો. તેનો માસિક પગાર પચ્ચીસ હજાર હતો. બસ ચાલકની બેદરકારીને લીધે અકસ્માત થયો હતો જેમાં પૂજારેના પગને ગંભીર ઈજા થઈ હતી અને કાયમી  વિકલાંગતા આવી હતી. આ દાવો પુરાવા પરથી સ્પષ્ટ થાય છે, એમ ટ્રિબ્યુનલે પૂજારેને નુકસાન ભરપાઈ મંજૂર કરતાં નોંધ કરી હતી.

વિકલાંગતાને લીધે તેઓ ફરી મેનેજર તરીકે કામ કરી શકશે નહીં. આથી સો ટકા વિકલાંગતા માનવી પડશે એમ પણ નોંધ કરાઈ હતી. જાન્યુઆરી ૨૦૨૧માં પૂજારની બસને સોલાપુર હાઈવે પર અકસ્માત થયો હતો. અક્સમાતના વર્ષ બાદ તેણે સવાર કરોડની ભરપાઈ માગી હતી.

પુજારે ઘટનાના દિવસે પરોઢિયે સાડા પાંચ વાગ્યે ટાટા મોટર્સની બસથી પુણે ઈંદા પુર પાસે સોલાપુર હાઈવેની દિશામાં જતા હતા. બચ ચાલક પુરપાટે બેદરકારીથી ગાડી ચલાવતાં બસ રસ્તાની બાજુ ડિવાઈડરને ટકરાઈને ડાબી બાજુ પલટી ખાઈ ગઈ હતી. પૂજારેનો પગ ઘૂંટણથી કાપવો પડયો હતો. બંને હાથ અને ડાબા પગને ઈજા થઈ હતી. ઉપરનો દાંત પડી ગયો હતો અને અન્ય ત્રણ દાંતને નુકસાનથયું હતું.

Tags :