Get The App

આથિયા શેટ્ટીની નકલી સહી કરી દોઢ કરોડની ઉચાપત

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
આથિયા શેટ્ટીની નકલી સહી કરી દોઢ કરોડની ઉચાપત 1 - image

સેલિબ્રિટીઓના નામે નકલી ઇમેલ આઇડી બનાવ્યા

એન્ડોર્સમેન્ટના પૈસા અકટ્રેસને ટ્રાન્સફર કરવાને બદલે  બ્રાન્ડિંગ કંપનીના કર્મચારીઓએ અંગત ખાતામાં જમા કર્યા

મુંબઇ -   સુનિલ શેટ્ટીની  પુત્રી તથા ક્રિકેટર કે એલ રાહુલની પત્ની એકટ્રેસ આથિયા શેટ્ટીની બનાવટી સહી અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ  કરીને જાહેરાત કંપની હરિ-મીડિયા નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડમાંથી રૃા.૧.૪૧ કરોડની ઉચાપત કરવાના આરોપમાં ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે. 

આરોપીઓમાં  કંપનીના ભૂતપૂર્વ સિનિયર મેનેજર રીષભ સુરેકા, હુરે મુવીઝના સીઇઓ  યશ નાગરકોટી અને આશય શાસ્ત્રીનો સમાવેશ છે.પોલીસ ફરિયાદ મુજબ આ ત્રિપુટી પર બનાવટી સહી કરવા, સેલિબ્રિટીઓના નામે નકલી ઇમેલ આઇડી બનાવવા અને કંપનીના  ભંડોળને વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

 બ્રાન્ડિંગ તથા માર્કેટિગંનું કામ કરતી કંપનીમમાં આરોપી રીષભને ે ઇન્ફલુએન્સર બ્રાન્ડિંગ પ્રોજેક્ટ કૉઓર્ડિનેશન, અને સેલિબ્રિટીઓ સાથે સત્તાવાર સંદેશ વ્યવહારની  જવાબદારી સોંપવામાં આવી  હતી. બનાવટી સહીઓ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આરોપી સુરેકાના વ્યક્તિગત બેન્ક ખાતામાં રૃા.બાવન  લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ઇન્ફિલુએન્સર  કેમ્પેઈનના બહાના હેઠળ જાણીતી બ્રાન્ડસના  એન્ડોર્સમેન્ટના  પૈસા  આ કંપનીઓમાંથી મેળવ્યા બાદ તે સેલિબ્રિટીને આપવાને બદલે વ્યક્તિગત એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયાં હતાં. 

જાન્યુઆરી ૨૦૨૪માં સુરેકાએ કથિત રીતે અભિનેત્રી આથિયા શેટ્ટીના ટેલેન્ટ મેનેજરનો સંપર્ક કરવા માટે કંપનીના સત્તાવાર ઇમેલ આઇડીનો દુરુપયોગ કર્યો હતો. તેણે એક જ્વેલરી બ્રાન્ડ સાથે  રૃા.૪૦ લાખનો સોદો કર્યો હોવાનું કહેવાય છે. પછી આથિયા શેટ્ટીની બનાવટી સહી દ્વારા આરોપીએ તેના વતી રૃા.૧૫ લાખ લીધા હતા. આ રકમ કયારેય આથિયાને ટ્રાન્સફર કરવામાં આવી નહતી.

આ ઉપરાંત વધુ રકમ મેળવવા  માટે સુરેકા પર આથિયા શેટ્ટી અને તેના ક્રિકેટર પતિ કેએલ રાહુલના નામે નકલી ઝોમેટો ઇન્વોઇસ બનાવવાનો પણ આરોપ છે. આરોપી આશય શાસ્ત્રીએ કૌભાંડના અમૂક ગતિવિધિને અંજામ આપવા માટે આથિયાની નકલી સહી અને  અભિનેતા અરશદ વારસીના નામે નકલી ઇમેલ આઇડી બનાવવાનો આરોપ છે.

હાલમાં પોલીસ દરેક આરોપીની ભૂમિકાની તપાસ કરી રહી છે. તેમજ આર્થિક વ્યવહારની માહિતી મેળવી રહી છે.