Mumbai

આરપીએફ કોન્સ્ટેબલે 'દાઢીવાળા' શખસને બે ગોળીઓ મારેલીઃ સાક્ષીદાર

By GS TEAM
23 Sep 20252 mins read
આરપીએફ કોન્સ્ટેબલે 'દાઢીવાળા'  શખસને બે ગોળીઓ મારેલીઃ સાક્ષીદાર

ચાલતી ટ્રેનમાં  ફાયરિંગ કરી ચારને ઠાર  કરવાના કેસમાં જુબાની

 મિત્ર વોશરૃમનો ઉપયોગ કરવા માગતો હતો,  પરંતુ   કોન્સ્ટેબલ  સીટ પર પાછા ફરવાની ફરજ પડી હતી

મુંબઈ -  જુલાઈ ૨૦૨૩ માં  આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી ટ્રેનમાં ચાર જણની ગોળીબાર કરી હત્યા કર્યાની ઘટનામાં   કેસના સાક્ષીએ સોમવારે મુંબઈની એક કોર્ટને જણાવ્યું હતું કે આરોપીએ બે ગોળી માર્યા બાદ એક  દાઢીવાળા માણસને લોહીથી લથપથ હાલતમાં પડેલો તેણે જોયો હતો.

ગોળીબારના દિવસે તેના મિત્ર સાથે મુસાફરી કરી રહેલી ૨૯ વર્ષીય સાક્ષીએ તેની નજર સામે થયેલા જીવલેણ હુમલાનું વર્ણન કર્યું હતું.

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના ભૂતપૂર્વ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરી પર ૩૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ મહારાષ્ટ્રના પાલઘર રેલ્વે સ્ટેશન નજીક જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તેમના વરિષ્ઠ સાથીદાર, સહાયક સબ-ઇન્સ્પેક્ટર ટીકા રામ મીણા અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે.

 બોરીવલી કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ વાય.બી. પઠાણ સમક્ષ જુબાની આપતાં સાક્ષીએ જણાવ્યું કે તે સવારે ૫.૩૦ વાગ્યે જાગી અને તેણે એક વ્યક્તિને પેન્ટ્રી કારમાંથી બહાર દોડતો જોયો, જેની પાછળ આરોપી આરપીએફ કોન્સ્ટેબલ હતો.

 મેં આરપીએફ અધિકારી (ચૌધરી) ને પૂછયું કે શું કંઈક થયું છે. તેણે ફક્ત ગુસ્સાથી મારી સામે જોયું, અને હું શાંતિથી મારી સીટ પર બેઠી,એમ તેણ જણાવ્યું હતું.

મહિલાએ કહ્યું કે તેનો મિત્ર વોશરૃમનો ઉપયોગ કરવા માગતો હતો, પરંતુ   કોન્સ્ટેબલ તેની નજીક ઊભો હતો, અને જ્યારે તેને જવા દેવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે તેના મિત્ર તરફ નજર નાખી, અને તેને તેની સીટ પર પાછા ફરવાની ફરજ પડી હતી

સાક્ષીએ જણાવ્યું કે બે વાર તેમના ડબ્બામાં ફર્યા પછી આરોપી એક દાઢીવાળા માણસ પાસે ગયો અને તેની સાથે દલીલ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ તેણે (ચૌધરીએ) તે પુરુષને બે ગોળી મારી હતી અને પછી તેણે તે પુરુષને લોહીથી લથપથ હાલતમાં પડેલો જોયો, એમ મહિલાએ જણાવ્યું હતું.વધારાના સરકારી વકીલ સુધીર સપકાલ સાક્ષીદારની પૂછપરછ કરી રહ્યા હતા.

હુમલા પછી ડરી ગયેલી મહિલાએ બચાવ પક્ષના વકીલ જયવંત પાટિલને જવાબ આપતા કહ્યું કે તે તે સ્થળની નજીક ગઈ નહોતી જ્યાં પુરુષને ગોળી વાગી હતી.સાક્ષીએ કહ્યું કે તેણીએ પાછળથી ઘટના અને  કોન્સ્ટેબલની  ધરપકડના સમાચાર ઘરે જોયા હતા.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવેલા કોન્સ્ટેબલને મહિલાએ આરોપી ચૌધરી તરીકે ઓળખ કરી હતી.