Get The App

નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં રસેશ શાહ અને તેમની કંપનીની ભૂમિકા તપાસાશે

Updated: Aug 4th, 2023

GS TEAM

Google News
Google News
નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં રસેશ શાહ અને તેમની કંપનીની ભૂમિકા તપાસાશે 1 - image


નીતિન દેસાઈ પર લેણદારોનાં દબાણ વિશે તપાસની રાજ્ય સરકારની જાહેરાતં

180 કરોડની લોન ૨૫૨ કરોડની કેવી રીતે થઈ  ગઈ, રસેશ શાહ અને તેમની એઆરસી એડલવાઈઝ કંપનીની કાર્યપદ્ધતિ વિશે તપાસની વિધાનસભામાં માંગ

 મુંબઈ :  બોલીવૂડના ટોપના આર્ટ ડિરેક્ટર નીતિન ચન્દ્રકાન્ત દેસાઈની આત્મહત્યાના કેસમાં તેમને લોન આપનારા રસેશ શાહ તથા તેમની કંપની એઆરસી એડલવાઈસ કંપનીની ભૂમિકાની તપાસ કરવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. નીતિન દેસાઈ પર દેવું ચૂંકવવા માટે લેણદારો દ્વારા થયેલાં દબાણના મામલે તપાસ કરવામાં આવશે. ગૃહ ખાતાંનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભા ગૃહમાં આ મામલો ઉઠાવાયા બાદ આ જાહેરાત કરી હતી. 

     ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે નીતિન દેસાઈની આત્મહત્યાનો મુદ્દો   વિધાનસભામાં ઉઠાવ્યો હતો.  તેઓએ માંગણી કરી હતી કે દેસાઈના આપઘાતની તપાસ માત્ર એક કમોત તરીકે ન થવી જોઈએ. આ કેસમાં વ્યાપક રીતે તપાસની જરુર છે. એક નેશનલ એવોર્ડ વિજેતા અને મહારાષ્ટ્રનું ગૌરવ કહી શકાય તેવી વ્યક્તિએ કેવા સંજોગોમાં આત્મહત્યા કરી તેની પૂરતી તપાસ થાય તે ઈચ્છનીય છે.   નીતિન દેસાઈએ એન.ડી. સ્ટુડિયો પર ૧૮૦ કરોડની લોન લીધી હતી.  તે દેવું વધીને ૨૫૨ કરોડ થઈ ગયું હતું.  રસેશ શાહ તથા તેમની એઆરસી એડલવાઈસ કંપની કેવી રીતે કામ કરે છે તે આ કેસ પરથી ઉાગર થયું છે. 

એડલવાઈસ કંપનીના  વ્યાજદર, વ્યાજદરમાં વર્ષોવર્ષ થતો વધારો, વસૂલાતની પદ્ધતિ જેવી તમામ પ્રક્રિયાઓની તપાસ માટે િ વિશેષ તપાસ ટીમની રચના થવી જોઈએ.  શેલારે જણાવ્યું હતું કે આ  કંપની સંબંધિત બીજા બે કેસ પણ તેમના ધ્યાનમાં છે અને તેઓ ગૃહ પ્રધાનને તેની વિગતો આપશે. 

આ માગણીના સંદર્ભમાં ફડણવીસે કહ્યું હતું કે નીતિન દેસાઈ પર બિનજરુરી અને અનુચિત દબાણ કરાયું હતું કે કેમ તેના સહિત તેમને આત્મહત્યા તરફ દોરી જતા તમામ સંજોગોની પૂરતી તપાસ કરાશે. 

એડલવાઈસ ગૂ્રપની નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપની ઈસીએલ ફાઈનાન્સ દ્વારા નીતિન દેસાઈની કંપનીને લોન આપવામાં આવી હતી. 

સરકાર સ્ટુડિયોને ટેક ઓવર કરે તેવો વિકલ્પ ચકાસાશે

નીતિન દેસાઈની આપઘાતનો કિસ્સો વિધાનસભામાં ચર્ચાતાં નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નીતિન દેસાઈના કર્જત ખાતે આવેલા એન ડી સ્ટુડિયોને ટેક ઓવર કરી શકાય કે કેમ તેનાં કાનૂની પાસાંની ચકાસણી કરશે. 

માજી મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્વાણે આ માગણી ઉઠાવતાં કહ્યું હતું કે આ ભવ્ય સ્ટુડિયો ખાનગી વ્યક્તિઓના હાથમાં જતો રહે તેેને બદલે સરકારે તે સંભાળી  લેવો જોઈએ. આ સ્ટુડિયો મહારાષ્ટ્રની કલાત્મકતાની અણમોલ વિરાસત સમાન છે. આ તબક્કે ફડણવીસે જણાવ્યું હતું કે આ સ્ટુડિયો સરકાર પોતાને હસ્તક લઈ શકે કે કેમ તે માટે કાનૂની પાસાંનો અભ્યાસ કરાશે.


Tags :