Get The App

રોહિતે ક્રૂને કહ્યું હતું, આપણે બાળકોને હોસ્ટેજ બનાવવાનો સીન શૂટ કરવાનો છે

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
રોહિતે ક્રૂને કહ્યું હતું, આપણે બાળકોને  હોસ્ટેજ બનાવવાનો સીન શૂટ કરવાનો છે 1 - image

વિડીયોગ્રાફર  પાસે શૂટિંગના બહાને પાંચ લીટર પેટ્રો, ફટાકડા મગાવ્યા

રોહિતના ઈરાદાનો ખ્યાલ આવી જતાં વિરોધ કર્યો તો  આંખમાં  સ્પ્રે મારી દીધું 

મુંબઈ -  બાળકોને  બંધક બનાવવાની પરિસ્થિતિનું શૂટિંગ કરવા જઈ રહ્યા હોવાનું રોહિત આર્યએ તેની ફિલ્મ ક્રૂને કહ્યું હતું. જો કે રોહિતે ખરેખર બાળકોને બંધક બનાવવાનું કાવતરૃં ઘડયું હોવાના તેમને કોઈ સંકેત આપ્યા નહોતા આમ તેએઓ રોહિતના આ ગુનાથી અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

પવઈમાં  આઈ સ્ટુડિયોમાં ૧૭ બાળકો સહિત ૧૯ જણને બંધક બનાવનાર રોહિત આપ્ય છેવટે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.

વીડિયોગ્રાફર  રોહન આહેર ગત ૧૦ વર્ષથી આર્ય સાથે કામ કરે છે.  તે ૩ કલાકની કમકમાટીભરી ઘટનાનો મુખ્ય સાક્ષી હતો. તેણે મીડિયા સમક્ષ આ ઘટનાનું વર્ણન કર્યું હતું.

રોહને  આહેરે જણાવ્યું હતું કે આર્ય પવઈના એક સ્ટુડિયોમાં વેબ સિરીઝ માટે એડિશન લઈ રહ્યો હતો તે બુધવારે પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ આર્યએ તેને એક દિવસ માટે લંબાવી દીધું હતું.

આહેરે  આર્યના સ્વચ્છા મોનિટર અને લેટ્સ ચેન્જ પ્રોેજકટ સહિતની પહેલ માટે ફિલ્મોનું  શૂટિંગ કર્યું હતું.

આર્યએ  બુધવારે તેને કહ્યું કે તેઓ બાળકો સાથે બંધક બનાવવાની પરિસ્થિતિનું  શૂટિંગ કરવાના છે. આર્યએ તેને શૂટિંગ માટે પાંચ લિટર પેટ્રોલ અને ફટાકડા લાવવાનું પણ કહ્યું હતું.  પરંતુ આહેરે તેની સૂચનાઓનું પાલન કર્યું નહીં. કેમ સ્ટુડિયોમાં બાળકો હતા.

આહેરે  વધુમાં કહ્યું હતું. કે તે ગુરુવારે સવારે સ્ટુડિયો પહોંચ્યો હતો.   ત્યારે એક સ્પોટ બોયએ તેને જણાવ્યું કે કોઈને ઉપરના માળ પર સ્ટુડિયોમાં જવાની મંજૂરી નથી. થોડા સમય પછી આર્ય પોતે નીચે આવ્યો હતો. અને કહ્યું કે તે આગનું એક દ્રશ્ય શૂટ કરવા માંગે છે. આ માટે તે રબરના સોલ્યુશનની બોટલો લાવ્યો છે. આર્યએ તેના સ્ટુડિયોના ગેટ અને તમામ પ્રવેશદ્વારો પર તાળા મારવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ  આર્યએ રબરનું સોલ્યુશન રેડયું અને બાળકોની સામે તેને આગ લગાવી હતી.

આથી  આહેર અને અન્ય લોકો ડરી ગયા અને આમ ન કરવા કહ્યું હતું. જેના કારણે આર્ય ગુસ્સે થયો હતો. તેણે એર ગન ચલાવીને આહેરને દૂર રહેવા કહ્યું હતું. આરે સ્ટુડિયોમાંથી બહાર દોડી આવ્યો હતો. તેણે લોકોને પોલીસ બોલાવવા કહ્યું હતું.

આહેરે  જણાવ્યું હતું કે ત્યારબાદ તે ઉપર ગયો અને સ્ટુડિયોની કાચની બારી હથોડીથી તોડી નાંખી હતી.આમ તેણે અ ંદર રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એના હાથમાં ઈજા થઈ હતી.  આર્યએ તેની આંખમાં સ્પ્રે મારતા તે સીડી પરથી નીચે પડી ગયો હતો.

જો કે  આહેર અંદરથી એક વૃદ્ધાને બહાર આવવામાં મદદ કરી હતી.  દરમિયાન વૃદ્ધાને પણ માથામાં ઈજા થઈ હતી.

બીજી  તરફ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આર્ય સાથે વાટાઘાટો શરૃ કરી હતી બાદમાં તેઓ અંદર ઘૂસ્યા હતા. આહેરે બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેણે ગોળીબારનો અજાવ સાંભળ્યો હતો.

પોલીસે આર્યને ગોળી મારી તમામ લોકોને સુરિક્ષિતપણે બચાવી લીધા હતા.