Get The App

રાજ્યમાં સંપૂર્ણ આખો મહિનો રોડ સેફ્ટી મન્થ કેમ્પેઈન ચલાવાશે

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યમાં સંપૂર્ણ આખો મહિનો રોડ સેફ્ટી મન્થ કેમ્પેઈન ચલાવાશે 1 - image

1 થી 31 જાન્યુઆરી દરમ્યાન વિવિધ કાર્યક્રમો 

માર્ગ સુરક્ષા એટલે સૌનો જીવ બચાવવો એ સંદેશ લોકો સુધી પહોંચાડાશે

મુંબઈ -  માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને લોકોમાં રોડ સેફ્ટી બાબત જાગરુકતા લાવવા કેન્દ્ર સરકારના આદેશાનુસાર ૧ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી સંપૂર્ણ રાજ્યમાં નેશનલ રોડ સેફ્ટી મન્થ કેમ્પેઈન મનાવાશે. એ નિમિત્તે આખા મહારાષ્ટ્રમાં નાગરિક જાગરુકતાના વિવિધ કાર્યક્રમો યોજાશે.

માગ ર્ સુરક્ષા ઝુંબેશ હેઠળ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ, પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ, સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને અન્ય સંબંધિત સંસ્થાઓ તથા સંગઠનો સાથે મળી માર્ગ સુરક્ષા માટે જાહેરાતો, જાગરુકતા અને પબ્લિક એજ્યુકેશનની પ્રવૃત્તિઓ લાગુ કરાશે. જેનો મૂળ હેતુ લોકોમાં માર્ગ સુરક્ષા બાબતે જાગરુકતા લાવવાનો છે.

કેન્દ્રીય  માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, આ સમય દરમ્યાન ડ્રાઈવરો તથા શાળાના વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ, વર્કશોપ, સેમિનાર, અવેરનેસ સેશન, આંખોની તપાસણી વગેરેનું આયોજન કરાશે. આ વર્ષે નેશનલ રોડ સેફ્ટી મહિનાની થીમ 'રોડ સેફ્ટી - લાઈફ સેવિંગ' છે અને જનસામાન્ય સુધી એ સંદેશ પહોંચાડાશે કે રોડ સેફ્ટીનો અર્થ સૌના જીવ બચાવવાનો છે. મુંબઈના ટ્રાન્સપોર્ટ કમિશ્નરના જણાવ્યાનુસાર સંપૂર્ણ રાજ્યમાં ચલાવાઈ રહેલાં આ કેમ્પેઈનથી રોડ સેફ્ટીના નિયમોનું પાલન વધશે અને અકસ્માતોની સંખ્યા ઓછી થવામાં મદદ મળશે.