Get The App

નિદાને આશ્રય આપનારા મતીન પટેલનાં કોર્પોરેટર પદ પર જોખમ

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
નિદાને આશ્રય આપનારા  મતીન પટેલનાં કોર્પોરેટર પદ પર જોખમ 1 - image

ગેરકાયદે બાંધકામ સહિતના મુદ્દે પાલિકા પ્રક્રિયા હાથ ધરશે

જોકે, મેયરને આવો કોઈ અધિકાર નહિ હોવાનું જણાવી એઆઈએમઆઈએમનો વિરોધઃ અદાલતનાં દ્વાર ખખડાવાશે

મુંબઈનાસિક ટીસીએસ જાતીય સતામણી-બળજબરીથી ધર્માંતરણ કેસના આરોપી નિદા ખાનને આશ્રય આપવા બદલ ધરપકડ કરાયેલા એઆઈએમઆઈએમ નેતા મતીન પટેલનું કોર્પોરેટર પ દ  રદ કરવાની પ્રક્રિયા તેમના ઘર સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી હાથ ધરવામાં આવશે, એમ છત્રપતિ સંભાજીનગરના મેયર સમીર રાજુરકરે સોમવારે જણાવ્યું હતું.

નાસિક યુનિટના કર્મચારીઓની ફરિયાદોને પગલે કેસ સામે આવ્યા બાદથી ફરાર થઈ ગયેલી  નિદા ખાનની  સાતમી મેના રોજ છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરવામાં આવી હતી.  નિદા સામે ધર્માંતરણ તથા જાતીય શોષણમાં સહાય અને માનસિક ત્રાસ સહિતના આરોપો છે. 

 નિદા ખાન અને તેના સંબંધીઓને આશ્રય આપવા બદલ મતીન પટેલ સામે  ગુનો નોંધવામાં આવ્યો હતો. તેના ઘરમાં ગેરકાયદે બાંધકામ બદલ નોટિસ પણ અપાઈ છે.

 જો મતીન પટેલ ગેરકાયદેસર કાર્યોમાં સંડોવાયેલા હોય  તો તેમનું પાલિકાનું  સભ્યપદ રદ કરવું જોઈએ. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. પાલિકા  ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોઈપણ માહિતી છુપાવવી જોઈએ નહીં  રાજુરકરે પત્રકારોને જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૧૦ (૧) (ડી) સ્પષ્ટપણે જણાવે છે કે જો કોઈ કોર્પોરેટર, પત્ની અથવા આશ્રિત બાંધકામ વગેરે સાથે સંકળાયેલા ધોરણોનું ઉલ્લંઘન કરે છે તો તેનું કોર્પોરેટર પદ રદ થવાને પાત્ર છે, એમ મેયરે ઉમેર્યું હતું.

 ડેપ્યુટી મેયર અને શિવસેનાના નેતા રાજેન્દ્ર જંજલે કહ્યું કે પટેલના ઘરના ગેરકાયદેસર ભાગો તોડી પાડવા જોઈએ અને ઉમેર્યું કે નિદા ખાન કાયદાથી ભાગી રહી હતી ત્યારે તેને આશ્રય આપવા બદલ પણ તેને સજા થવી જોઈએ.

  દરમિયાન પાલિકામાં વિરોધ પક્ષના નેતા અને એઆઈએમઆઈએમ નેતા સમીર સાજીદે કહ્યું કે મેયરને મતીન પટેલનું કોર્પોરેટર પદ રદ કરવાનો કોઈ અધિકાર નથી. આ બાબતે અદાલતનાં દ્વાર ખખડાવાશે.