નાંદેડમાં ૭ પ્રવાસીઓને લઈ જતી રીક્ષા તણાઈ ગઈ- 4 લાપતા

પૂરમાં ફસાયેલા૩૦૦થી વધુનું સ્થળાંતર
290 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાઃ આર્મીની ટૂકડીઓની દિવસરાત બચાવ કામગીરી
મુંબઈ - મંગળવાર વહેલી સવારે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પાણીથી ભરેલા રસ્તાઓ પરથી રીક્ષામાં જઈ રહેલા સાત લોકો તણાઈ ગયા હતા. સ્થાનિક બચાવરાહત ટુકડીએ ત્રણ પુરુષને બચાવ્યા છે જ્યારે એક પુરુષ અને ત્રણ મહિલાની તપાસ ચાલી રહી છે. તેવું એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. મધરાત પછીના ૧.૪૦વાગ્યે મુખેડ-ઉદગીર રોડ પર એક રીક્ષ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. ભારતીય સૈન્ય, એસડીઆરએફ અને વહીવટી તંત્ર બચાવ રાહત કાર્યો કરી રહ્યા છે.
નાંદેડ જિલ્લાના પૂરગ્રસ્ત ગામોમાંથી ૨૯૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાહત બચાવ કાર્ય સતત ત્રણ દિવસથી ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમના જવાનોએ ચાર ગામમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.
બરહાલી અને મુક્રમાબાદ વિસ્તારમાં અનુક્રમે ૩૫૪.૮ મિમિ અને ૨૦૬.૮ મિમિ વરસાદ સોમવારે પડયો હતો. અહીં ભારે વરસાદથી લેંડી નદીમાં જળભર વધ્યું હતું. અને આસપાસના ગામોમાં રેલના પાણી ફરી વળ્યા હતા.
પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે તેવું તેમણે કહ્યું હતું. રાવણ ગાવમાંથી ૨૨૫, ભિંગોલીમાંથી ૪૦, બાસથાડીમાંથી ૧૦ અને હસનાલમાંથી ૮ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પૂરથી અસરગ્રસ્ત લોકો માટે ભારતીય સૈન્યે મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરી છે.
ભારતીય હવામાન વિભાગે નાંદેડ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરી છે. દરમ્યાન મરાઠાવાડાના ૧૧ મોટા ઈરિગેશન પ્રોજેક્ટ્ સમાં જળસંગ્રહ મંગળવારે સવારે ૯૦.૦૩ ટકા થયો હતો અને સાત ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ગોદાવરી નદીમાં કુલ ડિસચાર્જ ૨,૯૪,૧૧૪ ક્યુએક્સ મંગળવારે સવારે નોંધાયું હતું.
મુખેડ તાલુકાના હસનાલ ગામમાં પાંચ વ્યક્તિઓ લાપતા થયા હતા તેમાંથી ચારના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિની તપાસ ચાલી રહી છે તેવું સૈન્ય પ્રશાસને કહ્યું હતું. ૮૦ ટકા હસનાલ ગામ પાણીમાાં ડૂબ્યું છે.
થી ૧૪ લાખ એક્ર જમીન પરના પાકને નુકસાન ૧૨
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં આવેલા પૂરને પગલે આઠ લોકોનું મૃત્યુ થયું હતું. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અતિવૃષ્ટિના પગલે ૧૨ થી ૧૪ લાખ એકર પરના પાકને નુકસાન થયું હતું.
પડોશના રાજપોમાના ડેમ્પસમાંથી પાણીના ડિસચાર્જ પર નિયંત્રણ મેળવવા અંગે સંકલન ચાલી રહ્યું છે. ઢોરના મૃત્યુ થવાથી અને જાનમાલને થયેલા નુકસાન સામે એનડીઆરએફના નિયમો અનુસાર નાણાંકીય વળતર આપવાનો નિર્ણય લેવા જિલ્લા કલેક્ટરોને સત્તા આપવામાં આવી છે તેવું તેમણે કહ્યું હતું.








