સુશાંતની બહેનો સામેનો કેસ બંધ કરવા મુદ્દે રિયાનો જવાબ મગાયો
રિયાની ફરિયાદ અંગે સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ
સુશાંતની બહેનો તથા એક ડોક્ટરે સુશાંતને કોઈ મંજૂરી કે ચકાસણી વિના દવાઓ આપ્યાનો રિયાનો આરોપ
મુંબઈ - સુશાંતસિંહ રાજપૂતની બેન અને એક ડોકટર સામે રિયા ચક્રવર્તીએ કરેલા કેસમાં સીબીઆઈએ રજુ કરેલા ક્લોઝર રિપોર્ટ બાબતમાં મુંબઈની એક મેજિસ્ટ્રેટ કોર્ટે રિયાને નોટિસ પાઠવી છે.
ઓથોરાઈઝેશન વગર દવા મેળવવામાં સુશાંતની બહેનો અને એક ડોકટરે કથિત રીતે મદદ કરી હતી તેવી ફરિયાદ રિયાએ વર્ષ ૨૦૨૦માં કરી હતી. આ સંબંધમાં મેજિસ્ટ્રેટ કોર્ટે નોટિસ મોકલી છે. જેનો જવાબ ૧૨મી ઓગસ્ટ સુધી રજુ કરવા ચક્રવર્તીને નિર્દેશ આપવામાં આવ્યા છે. સીબીઆઈએ રજુ કરેલા કેસ સામે તેને કોઈ વાંધો હોય તો ફરિયાદીને નોટિસના પ્રતિભાવમાં રજુ કરી શકે છે. રિયાના પ્રારંભિક એફઆઈઆરમાં પ્રિયંકા સિંહ અને મીતુ સિંહના અને એક ડોકટરના નામો આપવામાં આવ્યા હતા. ૧૪મી જુન, ૨૦૨૦મીએ ૩૪ વર્ષીય સુશાંતસિંહ રાજપુત બાન્દ્રાના પોતાના નિવાસ્થાનમાં મૃત મળી આવ્યો હતો.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં સીબીઆઈએ માર્ચ ૨૦૨૫માં ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો અને આપઘાતનો કેસ છે તેવું જણાવ્યું હતું. બાન્દ્રા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સીબીઆઈએ આ સંબંધમાં થયેલા બન્ને એફઆઈઆરમાંના નામોોને આરોપ-મુક્ત કર્યા હતા. રિયા ચક્રબર્તી, તેના માતાપિતા, તેના ભાઈ, અને રિયાએ કરેલા કાઉન્ટર એફઆઈઆરમાં સુશાંતની બેન પ્રિયા સિંહે, મીતુસિંહ અને એક ડોકટર એમ તમામ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવામાં આ વ્યક્તિઓની સંડોવણી નથી તેવું તારણ સીબીઆઈએ રજુ કર્યું હતું.
રિયા ચક્રવર્તીના વિધિવત જવાબ પછી કોર્ટે આગામી પગલું ભરશે.