Mumbai

નિવૃત્ત નેવી અધિકારીની ડિજિટલ એરેસ્ટ કરી 15 લાખ પડાવ્યા

By GS TEAM
14 Aug 20252 mins read
નિવૃત્ત નેવી અધિકારીની ડિજિટલ એરેસ્ટ કરી 15 લાખ પડાવ્યા

મની લોન્ડરિંગમાં કોઈપણ ક્ષણે ધરપકડ થશે તેવી ચિમકી

ટેલિકોમ વિભાગ, પોલીસ અને સીબીઆઈના નામે કોલ પર ડરાવીને તમામ બચત ટ્રાન્સફર કરાવી લીધી

મુંબઇ -  મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું જણાવી નૌકાદળના એક ૮૭ વર્ષીય નિવૃત્ત લેફ્ટનન્ટ કમાંડર સાથે ૧૫ લાખનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. કોલ કરનાર નકલી ક્રાઇમ બ્રાંચના અધિકારી એવા ફ્રોડસ્ટરે નિવૃત્ત અધિકારીને તેઓ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવી તેમની કોઇપણ ક્ષણે ધરપકડ થઇ શકે છે તેવું જણાવી તેમને ડરાવ્યા હતા.

ે જોગેશ્વરી (ઇ)માં રહેતા ફરિયાદીને ૨૪ જુલાઇના રોજ એક વોટસએપ કોલ આવ્યો હતો. જેમા કોલ કરનારે તે દિલ્હીના ટેલિકોમ વિભાગનો સબ- ઇન્સ્પેક્ટર હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારે વૃદ્ધ અધિકારીને તેમને જણાવ્યું હતું કે તેમનું સિમકાર્ડ થોડા સમયમાં નિષ્ક્રિય કરી દેવામાં આવશે કારણ કે આ નંબર દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ થઇ છે. 

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ૨૪ લોકો દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તેવું ઉમેરી ફોન કરનારે અન્ય એક અધિકારી ગોસ્વામી તેમની વધુ પૂછપરછ કરશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને બીજો કોલ આવ્યો હતો. જેમાં પીડિતને એકાંત જગ્યાએથી કોલ કરવાની ફરજ પાડવામાં આવી હતી. જેમાં છેતરપિંડી કરનારાઓએ તેમને ધમકી આપી હતી કે જો આ મુદ્દે કોઇ પણ સાથે ચર્ચા કરશો તો તેમની ધરપકડ કરવામાં આવશે. ફોન કરનારે તેમને ધરપકડ વોરંટ પણ મોકલી આપ્યું હતું. આ વખતે ફોન કરનારે હવે સીબીઆઇના ડિરેક્ટર તેમને પૂછપરછ કરશે તેવું જણાવી ફોન કટ કરી દીધો હતો.

ત્યારબાદ વધુ એક વીડિયો કોલ આવ્યો હતો જેમાં પ્રોફાઇલ ફોટો પર મુંબઇ પોલીસનો લોગો હતો જેણે વૃદ્ધ અધિકારીને ધમકાવવાનું શરૃ કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમની સામે વોરંટ જારી થયું હોઇ કોઇપણ ક્ષણે તેમની ધરપકડ થઇ  શકે છે.  વૃદ્ધને તેઓ કમિશનના આધારે કામ કરે છે  અનેે બ કરોડએક વ્યવહારમાં તેમના નામે ૧૦ ટકા કમિશન નક્કી થયાની બાતમી છે તેવી વાત કરી હતી. પીડિત ગભરાઇ ગયા હોવાથી ફોન કરનારે તેમની બધી બચત બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. તેણે ફરિયાદીને જણાવ્યું હતું કે પૈસા ડિપોઝીટ તરીકે રાખવામાં આવશે. અને ચકાસણીમાં જો તેઓ નિર્દોષ જમાશે તો ફરીથી તેમની બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ફરિયાદી સંમત થયા હતા અને રૃા. ૧૪.૫ લ ાખ ટ્રાન્ફર કર્યા હતા. થોડા સમય બાદ છેતરપિંડી થઇ હોવાનું ધ્યાનમાં આવતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.