Mumbai

સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણો લદાયાં

By GS TEAM
30 Jul 20252 mins read
સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણો લદાયાં

સરકારી નીતિ વિશે ટીકાટિપ્પણ કરવા  પર પ્રતિબંધ

પર્સનલ તથા સરકારી એકાઉન્ટસ અલગ અલગ રાખવાનાં રહેશેઃ સારી કામગીરીની વિગતો સ્વ પ્રશંસા સિવાય પોસ્ટ કરવા  સૂચના

મુંબઈ  -  મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ પર રાજ્ય કે કેન્દ્ર સરકારની હાલની કે ભૂતકાળની કોઈપણ નીતિની કોઈપણ રીતે સોશિયલ મીડિયામાં ટીકાટિપ્પણ કરવા પર રાજ્ય સરકારે  પ્રતિબંધ મૂક્યો છે. 

એક જીઆર અનુસાર એમ પણ કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓએ વ્યક્તિગત અને સત્તાવાર ઉપયોગ માટે અલગ  સોશિયલ મીડિયા એકાઉન્ટસ નિભાવવાનાં રહેશે.  આ ઉપરાંત તેઓ  રાજ્ય સરકાર અથવા કેન્દ્ર દ્વારા પ્રતિબંધિત હોય. એવી એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકાશે નહિ.  આ ધોરણોનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓને મહારાષ્ટ્ર સિવિલ સવસ નિયમો  વર્ષે ૧૯૭૯ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. અધિકારીઓ તેમના દ્વારા કરવામાં આવેલા સારા કાર્ય વિશે પોસ્ટ કરી શકે છે, પરંતુ, સ્વ પ્રશંસા ન થાય તેની કાળજી  લેવાની રહેશે. એમ જણાવાયું છે. 

આ નિયમો રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટમાં કામ  કરતા કર્મચારીઓ અને રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કર્મચારીીોને લાગુ પડશ.ે  

જીઆરમાં વધુમાં જણાવાયું છે કે રાજ્ય સરકારી કર્મચારીઓએ વાંધાજનક, ભેદભાવપૂર્ણ, બદનક્ષીભરી સામગ્રી અથવા નફરત ફેલાવતી પોસ્ટ ડાઉનલોડ  નહિ કરવા જણાવાયું છે. અંગત સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ ફક્ત પોતાનો સાદો ફોટોગ્રાફ જ પોસ્ટ કરવાનો રહેશે. 

 કર્મચારીઓને સરકારી લોગો, ગણવેશ, અથવા ઓફિસ બિલ્ડિંગ અથવા વાહનોની ઈમેજીસ કે  અન્ય બાબતો પણ સોશિયલ મીિડિયામાં પોસ્ટ નહિ કરવા જણાવાયું છે. 

    કર્મચારીઆનેે સત્તાવાર કાર્યના સંકલન માટે વાટ્સએપ, ટેલિગ્રામઅને અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરી શકે છે.  સરકાર દ્વારા અધિકૃત અધિકારીઓ જ સક્ષમ અધિકારીની મંજૂરીથી સરકારી યોજનાઓ, પ્રોજેક્ટ્સ અને જનભાગીદારીના પ્રચાર માટે સત્તાવાર મીડિયાનો ઉપયોગ કરી શકે છે.

 જીઆરમાં જણાવાયું છે કે, કોઈપણ ગુપ્ત માહિતી, સત્તાવાર દસ્તાવેજો પૂર્વ પરવાનગી અથવા અધિકૃતતા વિના આંશિક અથવા સંપૂર્ણ રીતે અપલોડ, ફોરવર્ડ અથવા શેર કરી શકાશે નહિ.

 કર્મચારીઓએ નિવૃત્તિ અથવા ટ્રાન્સફર પહેલાં તેમના અનુગામી અધિકારીને સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ  સોંપી દેવાનું રહેશે તેમ જણાવાયું છે.