જુજ
સભ્યો રિડેવલપમેન્ટ નહિ અટકાવી શકે
હાઉસિંગ
સોસાયટીઓમાં ઓનલાઈન એજીએમ તથા ડિજિટલ
મતદાનને પણ માન્યતા
મુંબઈ
- મહારાષ્ટ્રમાં હવે હાઉસિંગ સોસાયટીના રીડેવલપમેન્ટ માટે માત્ર
૫૧ ટકા સભ્યોની સંમતિ પૂરતી રહેશે.
અગાઉ
રીડેવલપમેન્ટ પ્રક્રિયા માટે મોટી બહુમતીની જરૃરિયાત હોવાથી અનેક પ્રોજેક્ટ
વર્ષો સુધી અટવાઈ જતા હતા. થોડા સભ્યોના વિરોધને કારણે રહેવાસીઓને મુશ્કેલીોનો સામનો કરવો પડતો હતો. હવે માત્ર ૫૧
ટકા સભ્યોની મંજૂરી મળતા જ પુનવકાસ પ્રક્રિયા આગળ ધપાવી શકાશે.
રાજ્ય સરકારે સોસાયટીઓના કારભારને વધુ આધુનિક અને પારદર્શક
બનાવવા માટે ઓનલાઈન એજીએમ( એન્યુઅલ જનરલ મીટીંગ) યોજવાની મંજૂરી પણ આપી છે. સાથે જ
ડિજિટલ મતદાનને કાયદેસર માન્યતા આપવામાં આવતા હવે સભ્યો ઓનલાઈન રીતે મહત્વપૂર્ણ
નિર્ણયોમાં ભાગ લઈ શકશે.
નવા નિયમોમાં વારસદારોને સભ્યપદ ટ્રાન્સફર
પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. ઉપરાંત સોસાયટીના નાણાકીય વ્યવહાર, મેન્ટેનન્સ વસૂલાત અને
ડિજિટલ રેકોર્ડ વ્યવસ્થામાં પણ સુધારા કરવામાં આવ્યા છે.
બાંધકામ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ પગલાથી
અટવાયેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોને નવી દિશા મળશે અને રહેવાસીઓને વધુ સુરક્ષિત
આવાસ ઉપલબ્ધ થશે.


