Get The App

નવી મુંબઇની મસાલા બજારમાં લાલ મરચાના લાલચોળ ભાવ

Updated: Feb 23rd, 2022

GS TEAM


Google News
Google News
નવી મુંબઇની મસાલા બજારમાં લાલ મરચાના લાલચોળ ભાવ 1 - image


કિંમતમાં 15થી 20 ટકા વધારો

મુંબઇ :  ઉનાળાના આગમનની તૈયારી છે ત્યારે મસાલા અને અથાણા તૈયાર કરવાની તડામાર તૈયારી શરૃ થઇ ગઇ છે. પરંતુ અત્યારથી નવી મુંબઇના વાશીની જથ્થાબંધ મસાલા માર્કેટમાં લાલ મરચાના ભાવ લાલચોળ થઇ ગયા છે. કિંમતમાં ૧૫થી ૨૦ ટકા વધારો થયો છે, અને ભાવ હજી વધશે એવી શક્યતા છે. 

ફેબુ્રઆરીના અંતે ગૃહિણીઓ મસાલા અને અથાણાની તૈયારી શરૃ કરી દે છે. આ અરસામાં જ નવા લાલ મરચાની વાશી માર્કેટમાં આવક શરૃ થઇ જાય છે, પરંતુ આ વખતે મરચાના પાકને કમોસમી ફરસાદનો ભારે ફટકો લાગ્યો છે. એટલે ઉત્પાદન ઘટવાથી ભાવ વધવા માંડયા છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશથી મોટા પ્રમાણમાં નવી મુંબઇની માર્કેટમાં મરચાની આવક થાય છે. આમાં લવંગી, માંડી, બેણી અને કાશ્મીરી મરચાની બહુ ડિમાન્ડ રહે છે. અત્યારે રોડ ૧૫થી ૨૦ ટ્રક આવે છે. આવનારા દિવસોમાં આ સંખ્યા વધીને ૫૦થી ૬૦ ટ્રક જેટલી થઇ જશે.

આ વર્ષે લવંગી મરચાની કિંમત કિલોની ૧૭૦થી ૨૦૦, બેડગીના ૩૦૦થી ૪૦૦, કાશ્મીરી મરચાની ૨૭૦થી  ૩૮૦ રૃપિયા છે. ગયા વર્ષે કિલો દીઠ આ દર ૩૦થી ૪૦ રૃપિયા ઓછા હતાં.


Tags :