Get The App

ધો. ૧૦નાં ૩૧, ધો. ૧૨ના ૭૬ પરીક્ષા કેન્દ્રોની માન્યતા રદ

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
ધો. ૧૦નાં ૩૧, ધો. ૧૨ના ૭૬ પરીક્ષા કેન્દ્રોની માન્યતા રદ 1 - image

ગત પરીક્ષામાં ચોરીના કેસો નોંધાયા હતા 

કોપીમુક્ત પરીક્ષા અભિયાન હેઠળ બોર્ડનો નિર્ણયઃ આ વર્ષે પણ કડકાઈથી અમલ 

મુંબઈ  -  મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (સ્ટેટ બોર્ડ)એ ધોરણ દસમાં અને બારમાંની પરીક્ષાઓમાં ગેરરીતિ આચરનારા પરીક્ષા કેન્દ્રો સામે કડક કાર્યવાહી કરી છે.  તે મુજબ, રાજ્યભરમાં  ધોરણ ૧૦નાં ૩૧ અને ધોરણ ૧૨નાં ૭૬  કેન્દ્રોની માન્યતા રદ્દ કરવામાં આવી છે.

રાજ્ય બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દસમાં અને બારમાંની પરીક્ષામાં નકલ જેવી ગેરરીતિઓ અટકાવવા માટે રાજ્યભરમાં કોપી મુક્ત અભિયાન ઝુંબેશમાં અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અંતર્ગત પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની તપાસ, ફલાઈંગ સ્કવોડ દ્વારા મુલાકાત, ડ્રોન દ્વારા દેખરેખ, પોલીસની હાજરી અને પરીક્ષા કેન્દ્રોની બહાર ઓડિયો- વિઝ્યુઅલ ફિલ્માંકન જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. 

ગયા વર્ષે રાજ્ય બોર્ડે ચેતવણી આપી હતી કે જો ફલાઈંગ સ્કવોડ પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિઓ પકડશે. તો સંબંધિત કેન્દ્રોની માન્યતા રદ્દ કરવામાં આવશે. ત્યારબાદ ૨૦૨૫માં એવું જોવા મળ્યું હતું કે દસમાંની પરીક્ષામાં ગેરરીતિઓમાં ઘટાડો થયો હતો. તેમ છતાં દસમાંની પરીક્ષામાં ૮૯ અને બારમાંની પરીક્ષામાં ૩૬૦ કોપીના કેસો નોંધાયા હતા.

વધુમાં ફેબુ્રઆરી- માર્ચ ૨૦૨૫માં ધોરણ દસની પરીક્ષામાં રાજ્યભરના કુલ ૩૪ કેન્દ્રો પર ફલાઈંગ સ્કવોડ દ્વારા ગેરરીતિના કેસો મળી આવ્યા હતા. તેથી રાજ્ય બોર્ડે કાર્યવાહી કરતાં પુણે વિભાગમાં સાત, નાગપુર વિભાગના છ, છત્રપતિ સંભાજીનગરમાં ૧૦, મુંબઈ વિભાગમાં એક અને લાતુર વિભાગમાં સાત એમ કુલ ૩૧ કેન્દ્રો રદ્દ કરવામાં આવ્યા છે. આમાં કોંકણ, નાસિક, કોલ્હાપુર કે અમરાવતી વિભાગમાં કોઈ કેન્દ્રનો સમાવેશ નથી.

દરમિયાન ફેબુ્રઆરી- માર્ચ ૨૦૨૫માં ધોરણ બારની પરીક્ષામાં રાજ્યભરમાં ૧૧૨ કેન્દ્રો પર ફલાઈંગ સ્કવોડ દ્વારા ગેરરીતિના કેસો મળી આવ્યા હતા. તેથી આ વર્ષે પુણે વિભાગમાં ૧૩, નાગપુર વિભાગમાં ૧૧, છત્રપતિ સંભાજીનગર વિભાગમાં ૨૮, મુંબઈ વિભાગમાં પાંચ, અમરાવતી અને નાસિક વિભાગમાં ૬-૬ અને લાતુર વિભાગમાં ૮ પરીક્ષા કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો નથી.