શ્રદ્ધા-રાહુલનો છૂપી રીતે વીડિયો ઉતારાતાં રવીના ક્રૂ પર નારાજ
જોકે, કેટલાકે આ તો ફેન મોમેન્ટ કહી બચાવ કર્યો
કોઈની ખાનગી પળોનું તેમની મંજૂરી વિના રેકોર્ડિંગ અનુચિત હોવાનું કહી રોષ ઠાલવ્યો
મુંબઇ - શ્રદ્ધા કપૂર અને તેનો બોયફ્રેન્ડ રાહુલ મોદી ફલાઈટમાં સાથે જઈ રહ્યાં હતાં ત્યારે ફ્લાઇટના એક સ્ટાફે તેમનો છુપી રીતે વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. આ રેકોર્ડિંગથી રવીના ટંડન ભારે નારાજ થઈ છે અને તેણે ક્રૂ મેમ્બર્સની ઝાટકણી કાઢી છે.
એ ક્લિપમાં શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રાહુલ મોદીને પોતાનો ફોન બતાવી રહી છે. ક્રુ મેમ્બરે તેમની આ રોમાંચક પળોને કેમેરામાં કેદ કરી લીધી હતી.
રવીનાએ આ વીડિયો અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હહતું કે તમેે કોઇની પ્રાઇવેટ પળોને તેની જાણ વગર કેમેરામાં કેદ કરી શકો નહીં. તેમની મંજુરી લેવી જરૃરી છે. ફ્લાઇટના સ્ટાફ મેમ્બર પાસે આવી આશા રાખી શકાય નહીં.
કેટલાક લોકોએ રવીનાની નારાજગીને સમર્થન આપ્યુું છે. જોકે, કેટલાકના મતે પોતાની આસપાસ કોઈ સેલિબ્રિટી દેખાય તો તેનો વીડિયો ઉતારવાની ચેષ્ટા બહુ સહજ હોવાનું જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે આ એક ફેન મોમેન્ટ છે અને તેને હળવાશથી લેવી જોઈએ.