ગૌ હત્યાના કાયદાના અસરકારક અમલ માટે ગૌ સેવા આયોગની રચનાને બહાલી
વિધાનસભામાં બિલને મંજૂરી સાથે મહારાષ્ટ્ર હવે આવું આયોગ ધરાવતું આઠમું રાજ્ય
પુશુઓને કતલખાને ધકેલાતાં અચકાવવા સંકલ કરાશે, પશુઓને આશ્રય માટે ગૌશાળાઓ પર દેખરેખ રખાશે તથા સહાય અપાશે
મુંબઈ : મહારાષ્ટ્ર ગો સેવા આયોગની સ્થાપના કરવા માટેના ઠરાવને આજે રાજ્ય વિધાનસભાએ બહાલ ીઆપી હતી. આ સાથે ગો સેવા આયોગની રચના કરનાર મહારાષ્ટ્ર દેશનું આઠમું રાજ્ય બન્યું છે. અગાઉ, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ગો સેવા આયોગની રચના કરવામાં આવી છે. સુધારેલા કાયદામાં વૃદ્ધ થયેલા પશુઓની કતલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે દેશી ગાયના વિકાસ પર મુખ્ય ધ્યાન આપવામાં આવશે.
સરકાર વતી આ દરખાસ્ત રજૂ કરતાં જણાવાયું હતું કે ખાસ કરીને ગૌ હત્યા પર પ્રતિબંધ માટે જે કાયદો બનાવવામાં આવ્યા છે. તેનો વ્યાપ વધારવાના હેતુથી આ કમિશનની રચના કરવામાં આવી છે. આ કમિશનની રચના કેન્દ્ર અને રાજ્ય સરકારોના પશુપાલન સંબંધિત કાયદાઓના અમલમાં મદદ કરશે. આયોગનો ઉદ્દશ દૂધ ન આપતા પ્રાણીઓની કાળજી લેવાનો પણ છે. આ સાથે દેશની ગાયના વિકાસ પર મુખ્ય ફોકસ રહેશે.
ગો સેવા આયોગ પશુધનના ઉછેર પર દેખરેખ રાખશે અને બિન-દૂધાળુ પ્રાણીઓને કતલખાનામાં મોકલતા અટકાવવા માટે વિવિધ સરકારી એજન્સીઓ સાથે સંકલન કરશે. મહારાષ્ટ્ર એનિમલ પ્રિઝર્વેશન (એમેન્ડમેન્ટ) એક્ટ, ૧૯૯૫ હેઠળ પશુઓની કતલ ગેરકાયદેસર છે. ૨૪-સદસ્યનું કમિશન રખડતા અને દૂધ નહિ આપતાં પશુઓને આશ્રય આપવા માટે સ્થાપિત તમામ ગૌશાળાઓ પર દેખરેખ રાખશે અને જો જરૃરી હોય તો આ સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડી શકે છે. ગયા અઠવાડિયે કેબિનેટે મહારાષ્ટ્ર ગો સેવા કમિશનની રચનાને મંજૂરી આપી હતી. બજેટમાં ગાય સેવા આયોગ માટે ૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે કહ્યું કે ગો સેવા આયોગની રચના ૨૦૧૫ના બીફ પ્રતિબંધ અધિનિયમને સખત રીતે લાગુ કરવા અને પશુઓની સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી છે.