Get The App

તેલુગુ અને કોડવા વિધિઓ પ્રમાણે રશ્મિકા-વિજયનાં લગ્ન સંપન્ન

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
તેલુગુ અને કોડવા વિધિઓ પ્રમાણે રશ્મિકા-વિજયનાં લગ્ન સંપન્ન 1 - image

ઉદયપુરમાં સાઉથ સ્ટાઈલથી મંડપ સજાવાયો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી જૂજ લોકોને આમંત્રણમેરેજ વેન્યુ બહાર મીઠાઈ વહેંચી

મુંબઈ - રશ્મિકા મંદાન તથા વિજય દેવરકોંડાનાં લગ્ન આજે ઉદયપુરમાં સંપન્ન થયાં હતાં. સવારે તેલુગુ વિધિઓ પ્રમાણે લગ્ન કરાયાં હતાં. રશ્મિકા  મૂળ કર્ણાટકની હોવાથી કોડવા વિધિઓનું પણ અનુપાલન કરાયું હતું.

આજે સવારે આઠ વાગ્યાથી લગ્ન વિધિઓ શરુ થઈ હતી. રશ્મિકાનો પરિવાર શ્રીફળસોપાના પાન તથા હળદર કંકુ લઈને મંડપમાં આવ્યાં હતાં અને વિજયના પરિવારને તેની ભેટ ધરી હતી. લગ્ન મંડપની સજાવટ સાઉથની સ્ટાઈ પ્રમાણે કેળનાં પાનથી કરાઈ હતી.

લગ્ન સંપન્ન થયા બાદ વેન્યૂની બહાર મીઠાઈ વહેંચવામાં આવી હતી.

લગ્નમાં રશ્મિકાની ફિલ્મ 'એનિમલ'ના ડાયરેક્ટર સંદિપ રેડ્ડી વાંગા સહિત જૂજ મિત્રો તથા સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા.