Get The App

રશ્મિકા-વિજયના વેડિંગ, રિસેપ્શનનાં કાર્ડ વાયરલ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
રશ્મિકા-વિજયના વેડિંગ, રિસેપ્શનનાં કાર્ડ વાયરલ 1 - image

ઉદયપુરમાં લગ્ન, હૈદરાબાદમાં રિસેપ્શનનો દાવો

જોકે, કાર્ડ અસલી છે કે એઆઈ જનરેડેટ તે વિશે અટકળો  ઃ બંને કલાકારો દ્વારા મૌન

મુંબઈરશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આગામી તા. ૨૬મી ફેબુ્રઆરીએ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યાં હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. જોકે, હવે તેમનું એક વેડિંગ કાર્ડ પણ ઓનલાઈન વાયરલ થયું છે. અલબત્ત, આ કાર્ડ અસલી છે કે એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવ્યું છે તે વિશે અટકળો ચાલી રહી છે.

આ કાર્ડમાં જણાવાયા અનુસાર રશ્મિકા અને વિજય સાંજે સાડા સાત વાગ્યે લગ્નગ્રંથિથી જોડાશે. બહુ પસંદગીના લોકોને જ લગ્ન માટે આમંત્રણ અપાયું છે. દરમિયાન ,અન્ય એક કાર્ડ પણ વાયરલ થયું છે તેમાં દર્શાવાયું છે કે આ યુગલ  તા. ચોથી માર્ચે હૈદરાબાદમાં રિસેપ્શન યોજી રહ્યું છે.

 

રશ્મિકા અને વિજય ગત ઓક્ટોબરમાં સગાઈ કરી લીધી હોવાનું મનાય છે. જોકે, બંને કલાકારોએ સગાઈ કે પછી આગામી તા. ૨૬મી ફેબુ્રઆરીએ લગ્ન વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.