Get The App

રશ્મિકા મંદાના એ વિજય દેવરકોંડા સાથેના લગ્નને સમર્થન આપ્યુ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
રશ્મિકા મંદાના એ વિજય દેવરકોંડા સાથેના લગ્નને સમર્થન આપ્યુ 1 - image

26  ફેબુ્રઆરીના રોજ ઉદયપુરમાં પરિવારજનોની હાજરીમાં લગ્ન

 મુંબઇ - રશ્મિકા મંદાના અને ્ વિજય દેવરકોંડાના લગ્નની તારીખના કુતુહલનો અંત આવ્યો છે. યુગલ ૨૬ ફેબુ્રઆરીના રોજ ઉદયપુરમાં લગ્ન કરવાના છે. જેને અભિનેત્રીએ આડકતરી રીતે સમર્થન આપ્યું છે. તેમના લગ્નમાં ફક્ત અંગત પરિવારજનોને જ આમંત્રણ આપવામાં ાવશે. હજી સુધી તેમણ ે તેલુગુ તેમજ હિંદી સિનેમાના કલાકારોને પણ આમંત્રણ પાઠવ્યું નથી. લગ્ન પછી તેઓ  હૈદરાબાદ અને મુંબઇમાં  રિસેપ્શનના આયોજનની તૈયારી કરી રહ્યા છે.

તેમના લગ્નમાં અંગત પરિવાજનો અને ફક્ત ખાસ મિત્રોને જ  નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.  

લગ્ન માટે રશ્મિકા અને વિજયે હાલ શૂટિંગથી બ્રેક લીધો છે. જોકે રશ્મિકા પાસે પાઇપલાઇનમાં ફિલ્મો હોવાથી તે લગ્ન પછી જલદીજ કામ પર પાછી ફરશે.