રશ્મિકા મંદાનાએ સગાઈ માટે અભિનંદનનો પરોક્ષ સ્વીકાર કર્યો

સગાઈની વાત નીકળતાં જ શરમાઈ ગઈેે
રશ્મિકા અને વિજય બંને રિંગ ફલોન્ટ કરી ચૂક્યાં છે પણ ઓફિશિયલ જાહેરાત બાકી
મુંબઈ - રશ્મિકા મંદાનાએ તેની સગાઈ માટે અપાયેલાં અભિનંદનનો પરોક્ષ રીતે સ્વીકાર કરી લીધો છે. તે પછી ચાહકો તેને હવે સગાઈની ઓફિશિયલ જાહેરાત કરી જ દેવા આગ્રહ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.
તાજેતરમાં એક ઈવેન્ટમાં રશ્મિકાને તેની સગાઈ વિશે પૂછવામાં આવતાં તે શરમાઈ ગઈ હતી. તેને અભિનંદન અપાવા વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે અત્યારે જિંદગીમાં એકસાથે ઘણી બધી બાબતો બની રહી છે અને એ બધાં માટે હું અભિનંદન સ્વીકારી લઉં છું.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા થોડા દિવસો પહેલાં સગાઈ કરી ચૂક્યાં હોવાનું કહેવાય છે. તે પછી તેમણે એકથી વધુ વાર પોતાની એન્ગેન્જમેન્ટ રિંગ જાહેરમાં ફલોન્ટ પણ કરી છે. જોકે, બંનેએ હજુ સુધી સગાઈ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું નથી.








