Mumbai

રશ્મિકા મંદાના અને વિજય હવે ખુલ્લંખુલ્લા સાથે જોવા મળ્યાં

By GS TEAM
18 Jun 20251 min read
રશ્મિકા મંદાના અને વિજય હવે ખુલ્લંખુલ્લા સાથે જોવા મળ્યાં

બંનેની એક જ કારમાં હરવા  ફરવા  લાગ્યાં

બંનેએ હવે સંબંધો છૂપાવવાનું છોડી દીધું, સત્તાવાર કન્ફર્મેશનની જ રાહ

મુંબઇ -  રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડા લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. જોકે બન્નેએ આ બાબતે  ક્યારેય કોઈ ફોડ પાડયો નથી. પરંતુ હવે તેઓ બિન્ધાસ્ત સાથે સાથે જ જાહેરમાં હરવા ફરવા  લાગ્યાં છે. તેમણે તેમના સંબંધો છૂપાવવાનું છોડી દીધું છે. 

તાજેતરમાં બહાર આવેલા એક વીડિયોમાં રશ્મિકા અને વિજય બંને એરપોર્ટથી એક જ કારમાં સાથે રવાના થયાં હતાં. બંને સાથે વેકેશન માણીને પાછા ફર્યાં હતાં. કેટલાંય સમયથી તેઓ લિવ ઇનમાં રહે છે તેમ મનાય છે. 

થોડા દિવસો પહેલાં રશ્મિકાએ સાડીમાં સજ્જ થઈ કેટલાક ફોટા શેર કર્યા હતા. આ ફોટા પણ વિજય દેવરકોંડાના ઘરના જ હતા અને વિજયે જ તે ફોટા પાડયા હોવાનું રશ્મિકાના કેપ્શન પરથી સ્પષ્ટ થયું હતું. 

ભૂતકાળમાં પણ તેમણે વેકેશનનો આનંદ માણતા એક જ સ્થળેથી અલગ અલગ તસવીરો શેર કરીને પોતાના ચાહકોને આડકતરો ઇશારો આપ્યો હતો. 

હવે તેઓ તેમના સંબંધોને સત્તાવાર રીતે ક્યારે કબૂલે છે તેની જ રાહ જોવાઈ રહી છે.