Mumbai

રણદીપ હુડાએ વરસોવામાં 5.63 કરોડ રૃપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો

By GS TEAM
28 Jun 20251 min read
રણદીપ હુડાએ વરસોવામાં 5.63 કરોડ રૃપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો

બિલ્ડિંગના આઠમા માળ પર આવેલ ફ્લેટનો એરિયા ૧૫૩૦ સ્કે. ફૂટ

મુંબઇ -  બોલીવૂડમાં હાલ પ્રોપર્ટી લે-વેંચનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં રણદીપ હુડાનો પણ સમાવેશ થઇ ગયો છે. રણદીપ હુડાએ વરસોવાના એક બિલ્ડિંગમાં આઠમા માળે રૃપિયા ૫.૬૩ કરોડ નો એક ફ્લેટ ખરીદ્યો છે. જે ૧૫૩૦ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન ૧૦ જુનના રોજ થયું હતું જેના માટે ૩૩. ૭૮ લાખ રૃપિયા સ્ટેમ્પ ડુયુટી અને ૩૦,૦૦૦ રૃપિયા રજિસ્ટ્રેશન માટે આપવામાં આવ્યા હતા. મુંબઇના અંધેરી-વરસોવામાં અનેક સેલિબ્રિટીઓની પ્રોપર્ટીઓ આવેલી છે. 

રણદીપ હુડા હાલમાં સની દેઓલની જાટ ફિલ્મમાં જોવા મળ્યો હતો અને હવે તે ખુકરીમાં પણ જોવા મળવાનો છે.

હાલમાં જ અભિનેતાએ ્સોશયલ મીડિયા પરપોતાની એક તસવીર શેર કરી હતી.જેને લોકોનેવિચારતા કરી   દીધો હતા કે તેણે સામાન્ય રીતે જ શેર કરી છે કે, કે પછી તેની આગામી ફિલ્મનું લુક તેણે શેર કર્યું છે.