Get The App

રણબીર કપૂરે બાંદ્રાનો ફલેટ મહિને 11 લાખના ભાડે આપ્યો

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
રણબીર કપૂરે બાંદ્રાનો ફલેટ મહિને 11 લાખના ભાડે આપ્યો 1 - image

આ જ ફલેટમાં રણબીર-આલિયાનાં લગ્ન થયાં હતાં

રણબીર, આલિયા સહિત સમગ્ર પરિવાર કૃષ્ણ રાજ બંગલોમાં શિફ્ટ થઈ ચૂક્યો છે

મુંબઈરણબીર કપૂરે તેનો મુંબઈના બાંદ્રા ખાતેનો 'વાસ્તુ ' બિલ્ડિંગનો ફલેટ મહિને ૧૧ લાખના ભાડે આપી દીધો હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આ જ બિલ્ડિંગમાં રણબીર અને આલિયાનાં લગ્નનો પ્રસંગ યોજાયો હતો. હવે રણબીર, આલિયા તથા નીતુ સિંહ સહિત સમગ્ર પરિવાર નવા 'કૃષ્ણ રાજ' બંગલોમાં શિફ્ટ થઈ ચૂક્યાં હોવાથી રણબીરે આ પ્રોપર્ટી ભાડે આપી દેવાનું નક્કી કર્યુું હોવાનું માનવામાં આવે છે.

રણબીરે જે ફલેટ ભાડે આપ્યો છે તે ૨૪૬૦ ચોરસ ફૂટનો છે અને સાતમા માળે આવેલો છે. રણબીરે ૨૦૧૬માં ૩૫ કરોડમાં આ ફલેટ વેચાતો લીધો હતો. શાહરુખની પત્ની ગૌરી ખાને આ ફલેટના ઈન્ટિરિયરનું કામ કરેલું છે.

રણબીરે ફલેટ પાંચ વર્ષ માટે ભાડે આપ્યો છે. આ માટે તેણે ૪૫ લાખ રુપિયાની ડિપોઝિટ પણ મેળવી છે.