અભિનેતા ત્યાં ંલકઝરી નિવાસસ્થાન બનાવશે
મુંબઇ - રણબીર કપૂરે અયોધ્યાની
સરયુ નદીના કિનારે ૧૯૮.૨૬ વર્ગ મીટરનો પ્લોટ ખરીદ્યો છે. ૧૪ મેના રોજ આ પ્લોટનું
રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેના માટે ર કરોડ ૪૦ લાખ રૃપિયા જમા કરાવ્યા છે. આ પ્લોટના દસ્તાવેજ માટે
અભિનેતા પોતે ન આવતાં તેનો પ્રતિનિધિ આવ્યો હોવાનું રિપોર્ટમાં જણાવામાં આવ્યું
હતું.
સર્યૂ નદીનો કિનારા પર વૈભવી ઘર બાંધવા માટે પ્લોટ ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમિતાભ
બચ્ચને પણ રોકાણ કર્યું છે. આ ઉપરાત અન્ય સેલિબ્રિટીઓએ પણ રોકાણ કર્યું હોવાનો રિપોર્ટ
છે.
અયોધ્યાની સર્યૂ નદીને કિનારે ૩૫થી વધુ લકઝરી લાઇફસ્ટાઇલ સુવિધાઓવાળા ઘર બનાવવામાં આવશે. જેમાં ક્લબા ઉશ અને પાંચ
એકરમાં એક વૈભવી શાકાહારી હોટલ પણ હશે.
રણબીર કપૂર હાલ સાઇ પલ્લવી સાથે રામાયણ ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં યશ
રાવણ, સની દેઓલ હનુમાનની ભૂમિકામાં જોવા મળશે.


