Mumbai

રાકેશ રોશનની તબિયત બગડતાં ગરદનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

By GS TEAM
20 Jul 20251 min read
રાકેશ રોશનની તબિયત બગડતાં ગરદનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

પુત્રી સુનૈનાએ પિતાના હેલ્થ અપડેટ જણાવી

મુંબઇ -  જાણીતા નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા રાકેશ રોશન કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાઇ રહ્યો છે. ૧૬મી જુલાઇના રોજ અચાનક જ તેની તબિયત બગડતાં તેને મુંબઇની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત જોઇને  ડોકટરોએ તેને તરત જ આઇસીયુમાં દાખલ કર્યો હતો. મેડિકલ પરિક્ષણો પછી તેના પર ગરદનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.હવે તેના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. 

રાકેશ રોશનની પુત્રી સુનૈનાએ પિતાની હેલ્થ અપડેટ ને લઇને જાણકારી આપી હતી. તેણે કહ્યુ હતું કે, પાપાની ગરદનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.અને ચિંતાની કોઇ વાત નથી. તેઓ ડોકટરોની મજર હેઠળ છે.તેમજ તેમને હવે ઓઇસીયૂથી જનરલ વોર્ડમાં શિફટ કરવામાં આવ્યા છે. 

કહેવાય છે કે, રાકેશ રોશનની સાથે હોસ્પિટલમાં  પત્ની પિંકી,પુત્ર ઋતિક, પુત્રી સુનૈના અને ઋતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ તેની દેખરેખ રાખી રહ્યા છે.