રાજકુમાર રાવઅને પાત્રલેખાની ચોથી લગ્નતિથીએ પુત્રી અવતરી

પતિ-પત્નીએ સોશયલ મીડિયા હેન્ડલસ દ્વારા પોતાની ખુશી શેર કરી
મુંબઇ - રાજકુમાર રાવ અને પાત્રલેખાની ચોથી લગ્નતિથી ૧૫ નવેમ્બરના રોજ તેમને ત્યાં પ્રથમ સંતાન પુત્રીનો જન્મ થયો છે. પતિ-પત્નીએ સંયુક્ત રીતે પોતાની આ ખુશીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
યુગલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતુ ંકે,અમારી ચોથી એનિવરસરીએ એક બાળકીનો જન્મ થયો છે. જેણે અમારા જીવનને ખુશીઓથી ભરી દીધું છે.
અભિનેતાની આ પોસ્ટ વાયરલ થતાં જ વિક્કી કૌશલ, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડણેકર,ક્રિતી સેનન, વરુણ ધવન તેમજ અન્ય સેલિબ્રિટીઓ અને પ્રશંસકોએ વધામણી આપી હતી.

