Get The App

મુંબઇ-મહારાષ્ટ્રમાં તા. 13થી ફરી વરસાદી માહોલની આગાહી

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇ-મહારાષ્ટ્રમાં  તા. 13થી ફરી વરસાદી માહોલની આગાહી 1 - image


તા. ૧૩-૧૪ના મુંબઈ અને થાણે માટે યલો એલર્ટ 

આકાશમાં વરસાદી વાદળો ઓછાં રહે છે ઃ  વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા કરતાં વધુ હોવાથી બપોરે થોડી ગરમી રહે છે

મુંબઈ -  હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે ૧૩થી ૧૫, સપ્ટેમ્બર દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ફરીથી વરસાદી વાતાવરણ સર્જાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. આ ત્રણ દિવસ દરમિયાન કોંકણનાં રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લામાં મેઘગર્જના, વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. ૧૩,૧૪ -- સપ્ટેમ્બર દરમિયાન મુંબઇ અને થાણે માટે યલો એલર્ટ જારી કરવામાં આવી છે.

 સાથોસાથ, મધ્ય મહારાષ્ટ્રના પુણે, સાતારા, સાંગલી જિલ્લાના ઘાટ પ્રદેશમાં  અને વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.

હવામાન વિભાગનાં સિનિયર  વિજ્ઞાાની સુષમા નાયરે એવી માહિતી આપી છે કે આ સપ્તાહ દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં આકાશ વાદળિયું રહેવાની શક્યતા છે.હજી વાતાવરણમાં ઘણો ભેજ હોવાથી બપોરે થોડી ગરમીનો પણ અનુભવ થાય. 

જોકે હાલ ૨૦૨૫ના ચોમાસાનો  સપ્ટેમ્બર(ભાદરવો મહિનો)નો  છેલ્લો તબક્કો પણ હોવાથી હવામાનમાં થઇ રહેલા ફેરફાર બહુ મહત્વના ગણાય. સામાન્ય રીતે આ છેલ્લા વરસાદી તબક્કામાં વરસાદી વાદળાં બનવાની કુદરતી પ્રક્રિયા ક્રમશઃ મંદ થતી જાય. પરિણામે વરસાદનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટતું જાય. આકાશ ઘણા અંશે સ્વચ્છ રહેતું હોવાથી બપોરે  ગરમીનું પ્રમાણ થોડુંક વધે. 

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૨ અને સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  જ્યારે  કોલાબામાં લઘુત્તમ તાપમાન ૨૫.૩ અને સાંતાક્રૂઝમાં ૨૫.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ૮૭ --૭૨ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૪ --૬૭ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું.  


Tags :