Get The App

બહેનનાં લગ્ન માટે પાઈ પાઈ જમા કરતો રાહુલ ભોગ બન્યો

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
બહેનનાં લગ્ન માટે પાઈ પાઈ જમા કરતો  રાહુલ ભોગ બન્યો 1 - image


પરિવારનો એક માત્ર સહારો છીનવાઈ ગયો

મુંબઈમાં સ્ટેશનરીની દુકાનમાં કામ કરતો રાહુલ  રાબેત મુજબ નોકરીએ જવા નીકળ્યો હતો

મુંબઈ -  મુંબ્રા રેલવે સ્ટેશન નજીક થયેલા ટ્રેન અકસ્માતમાં ૪ મુસાફરોના મોત થયા હતા અને ૯ લોકો ઘાયલ થયા હતા. જેમાં ઘાયલ થયેલા લોકોની સ્થિતિ હાલ ગંભીર છે.  આ અકસ્માતમાં મુબ્રામાં રહેતા રાહુલ ગુપ્તાનું મોત નીપજ્યું હતું. જે પરિવારમાં એકમાત્ર કમાઉ વ્યક્તિ  હતો અને તેની નાની બહેનના લગ્ન માટે સખત મહેનત કરીને પૈસા બચાવી રહ્યો હતો. ૨૮ વર્ષીય રાહુલ ગુપ્તા મુંબ્રામાં પોતાના પરિવાર  સાથે રહેતો હતો. ચાર લોકોના પરિવારમાં તે એકમાત્ર  કમાઉ વ્યક્તિ હતો. તેના પરિવારમાં માતા પિતા, ભાઈ અને નાની બહેનનો સમાવેશ થાય છે.  રાહુલ મુંબઈની સ્ટેશનરીની દુકાનમાં કામ કરતો હતો. તેથી રાબેતા મુજબ આજે સવારે કામ પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો અને  નિયમિત લોકલ ટ્રેનમાં સવાર થયો હતો. 

જો કે, ભારે ભીડને કારણે તે લોકલ ટ્રેનના દરવાજા પર લટકતો ઉભો રહ્યો હતો. તે જ સમયે લોકલ ટ્રેન અકસ્માતમાં પરિણમી અને રાહુલે પોતાનું સંતુલન ગુમાવી બેસતા નીચે રેલવે પાટા પર પટકાયો હતો. જેમાં રાહુલને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું.

રાહુલના મોતના સમાચારથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જેમાં તેના માતા પિતા અને નાની બહેન પર દુઃખનો ડુંગર તૂટી પડયો હતો. રાહુલ તેની નાની બહેનના લગ્ન ધુમધામથી કરાવવા માંગતો હતો. આ માટે તે ખુબ મહેનત કરી રહ્યા હતો અને પાઈ પાઈ જમા કરી રહ્યો હતો. જો કે પરિવારમાં એકમાત્ર કમાતા રાહુલનું મોત નીપજતા તેના મિત્રોએ સરકાર પાસે તેના પરિવારને આર્થિક સહાય પૂરી પાડે તેવી માગં કરી છે.


Tags :