સાવરકર બદનક્ષી કેસમાં રાહુલની પોતે કસૂરવાર ન હોવાની અરજી
લંડનના ભાષણમાં સાવરકરની બદનક્ષીનો આરોપ
સાવરકરના પૌત્રે કરેલા કેસમાં કોંગ્રેસી નેતાની અરજી રેકોર્ડ પર લેવાઈઃ હવે સુનાવણી થશે
મુંબઈ - હિન્દુવાદી દિવંગત વિનાયક સાવરકરના સંબંધી અને સાવરકર બદનક્ષી કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કસૂરવાર નહીં હોવાની અરજી પુણેની વિશેષ કોર્ટ સમક્ષ કરી હતી.
જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અમોલ શિંદેએ અરજીને રોકોર્ડ પર લીધી હતી.અરજી વિધિવત રેકોર્ડ પર લેવામાં આવતાં હવે કેસની સુનાવણી શરૃ થશે.
લંડનમાં માર્ચ ૨૦૨૩માં ગાંધીએ કરેલા વિવાદાસ્પદ ભાષણને પગલે આ કેસ કરવામાં આવ્યો છે. ભાષણમાં સાવરકરના કૃત્યો અંગે બદનક્ષી ભરી ટિપ્પણી કરાઈ હોવાનો આરોપ છે.
સત્યકી સાવરકરે ૨૦૨૩માં બદનક્ષીનો કેસ કર્યો હતો. રાહુલ ગાંધીના દાવાને નકાર્યો હતો અને આવી કોઈ ઘટનાનો તેમના પુસ્તકમાં ઉલ્લેખ ન હોવાનું જણાવ્યું હતું.
મે મહિનામાં કોટર્ટે સમરી ટ્રાયલથી સમન્સ ટ્રાયલમાં કેસ ફેરવવાની ગાંધીની વિંનતીને માન્ય કરી હતી. પ્રક્રિયાત્મક ફેરફારમાં વ્યાપક દસ્તાવેજી અને ઐતિહાસિક પુરાવા રજૂ કરવાની પરવાનગી હોય છે.