Get The App

દામ્પત્યનાં 2 વર્ષે રાઘવ અને પરિણિતી માતા-પિતા બનશે

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
દામ્પત્યનાં 2 વર્ષે રાઘવ  અને પરિણિતી માતા-પિતા બનશે 1 - image


પરિણિતીએ પ્રેગનન્સીની જાહેરાત કરી 

ગયા મહિને જ સંકેત આપ્યો હતોઃ કઝિન પ્રિયંકા સહિત  સેલેબ્સનાં અભિનંદન

મુંબઈ - એકટ્રેસ પરિણિતી ચોપરા તથા તેના પતિ અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેઓ માતા-પિતા બનવાના હોવાની સત્તાવાર  જાહેરાત કરી છે. 

હજુ એક મહિના પહેલાં જ એક ટીવી શોમાં બંનેએ પોતે ટૂંક સમયમાં ખુશ ખબર આપશે તેવો  સંકેત આપ્યો હતો. હવે  સોશિયલ મીડિયા પર તેમણે આ અંગે જાહેરાત કરી છે. 

પરિણિતી અને રાઘવનાં લગ્ન  ૨૦૨૩માં સપ્ટેમ્બર માસની ૨૪મી તારીખે થયાં હતાં. આમ, લગ્ન જીવનનાં બે  વર્ષ પૂરાં થવાંના છે તેવા સમયે જ તેમણે માતાપિતા બની રહ્યા હોવાની જાહેરાત કરી છે. 

બંનેએ આ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતાં જ પરિણિતીની કઝિન પ્રિયંકા ચોપરા સહિતની સેલિબ્રીટોએ યુગલને અભિનંદન આપ્યાં  હતાં. કેટરિના કૈફ, હુમા કુરેશી, નિમરત કૌર, મસાબા  ગુપ્તા સહિતની અનેક બોલીવૂડ હસ્તીઓએ તથા અનેક ચાહકોએ અભિનંદનની વર્ષા કરી હતી.  


Tags :