Get The App

ગેસનો પૂરવઠો ખોરવાતાં પુણેની ગેસ શબદાહિની 2 દિવસથી બંધ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ગેસનો પૂરવઠો ખોરવાતાં પુણેની  ગેસ શબદાહિની 2 દિવસથી બંધ 1 - image

અમેરિકા, ઈઝરાયલ, ઈરાનના યુદ્ધની અસર

ઈલેક્ટ્રિક અથવા પારંપારિક અગ્નિદાહ પદ્ધતી પર 'વૈકુંઠ'ના ડાઘુઓનો મદાર

મુંબઈ - અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનમાં ચાલી રહેલ યુદ્ધની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી હોય તેનો ફટકો હવે મહારાષ્ટ્રને પણ લાગી રહ્યો છે. અત્યારે દેશમાં એલપીજી ગેસની અછત જણાઈ રહી છે. સરકારે ગેસના ભાવમાં પણ વધારો કર્યો છે. દરમ્યાન પુણેમાં વિદ્યુત ગેસ દાહિનીને પણ ફટકો લાગ્યો છે. ત્યાં બે દિવસથી ગેસ પર ચાલતી શબદાહિની બંધ પડી છે.

પુણેના સદાશિવ પેઠ વિસ્તારમાં આવેલ વૈકુંઠ સ્મશાનભૂમિમાં ગેસ પર ચાલતી શબદાહિનીઓ અત્યારે બંધ રાખવી પડી છે. અહીં કુલ પાંચ ગેસ શબદાહિનીઓ છે. પરંતુ ગેસનો પૂરવઠો બંધ થતાં છેલ્લાં બે દિવસથી તેને સંપૂર્ણપણે બંધ રખાઈ છે. ગેસ ઉપલબ્ધ થતો ન હોવાથી અત્યારે અંતિમસંસ્કાર ઈલેક્ટ્રિક શબદાહિની કે પારંપારિક પદ્ધતીએ લાકડા પર કરવા પડે છે. ગેસ આધારિતી શબદાહિની ચલાવતા પાલિકા કર્મચારીએ જ આ બાબતે માહિતી આપી છે.

પુણેમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધતાં મહિલાઓએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. સિલિન્ડરના દર સતત વધી રહ્યા હોય તેની અસર દૈનિક જીવન પર થઈ રહી છે. મહિલાઓનું કહેવું છે કે, ગેસ, તેલ, કરિયાણું તેમજ અન્ય જીવનાવશ્યક વસ્તુના પર ભાવ વધ્યાં છે. પરંતુ અમારા કોઈ પગાર વધ્યાં નથી. ગેસ એજન્સી પાસે ગયા છતાં ઘણીવાર ગેસ મળતાં નથી.