Get The App

યુપીએસસી પરીક્ષામાં પુણેનો અર્ચિત ડોંગરે દેશભરમાં ત્રીજાં સ્થાને

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
યુપીએસસી પરીક્ષામાં પુણેનો અર્ચિત  ડોંગરે દેશભરમાં ત્રીજાં સ્થાને 1 - image


પુણે, થાણેના વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં ઝળક્યા 

અર્ચિતે ગયા વર્ષે પણ ૧૫૩મા ક્રમાંક સાથે યુપીએસસી પાસ કરી હતી, છ.સંભાજીનગરની તેજસ્વી દેશપાંડેએ ત્રીજા પ્રયાસે સફળતા મેળવી 

મુંબઇ  -  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી યુપીએસસી પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં શક્તિ દુબે નામક મહિલા ઉમેદવાર દેશમાં પહેલી આવી છે. તો હર્ષિતા ગોયલ દેશમાં બીજી જ્યારે પુણેનો અર્ચિત ડોંગરે દેશમાં ત્રીજા નંબરે અને રાજ્યમાં પ્રથમ આવ્યો છે. આ વર્ષે પણ યુપીએસસીમાં પુણે, થાણે સહિત વિવિધ જિલ્લાના ઉમ્મેદવારો પાસ થયાં છે. જેમાં છોકરીઓએ બાજી મારી છે. 

દરમ્યાન યુપીએસસીમાં આ વર્ષે પણ રાજ્યમાં મરાઠી વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો છે. પુણેનો અર્ચિત ડોંગરે દેશમાં ત્રીજો અને રાજ્યમાં પ્રથમ તો થાણેની તેજસ્વી દેશપાંડે ૯૯મા ક્રમાંકે આવી છે તો થાણેની જ અંકિતા પાટીલે દેશમાં ૩૦૩મો ક્રમાંક મેળવી યુપીએસસીમાં સફળતા મેળવી છે.

યુપીએસસીની માહિતીનુસાર, અર્ચિત ડોંગરેએ વીઆઈટી, વેલ્લોરથી ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનીયરીંગમાં બીટેક એજ્યુકેશન લીધું છે. અર્ચિત મૂળ પૂણેનો  છે પરંતુ તેનું સ્કૂલ શિક્ષણ મુંબઈમાં થયું છે. એન્જિનીયરીંગ પૂર્ણ થયા બાદ તે એક આઈટી ફર્મમાં એક વર્ષ માટે કાર્યરત હતો. ત્યારબાદ એ નોકરી છોડી તેને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ખાસ તો એ કે, અર્ચિત પહેલીવાર આ પરીક્ષા પાસ થયો નથી. આ પૂર્વે પણ તેણે ૨૦૨૩માં ૧૫૩મા નંબરે આવી યુપીએસસી પાસ કરી હતી. પરંતુ સતત પ્રયાસોને કારણે ૨૦૨૪ની પરીક્ષામાં તેણે દેશમાં ત્રીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. 

તેજસ્વીએ  પોતાનું સ્કૂલ શિક્ષણ છત્રપતિ સંભાજીનગરમાં પૂર્ણ કર્યા બાદ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી તેણે અર્થશાસ્ત્ર વિષયમાં અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી.  તે દરમ્યાન જ તેણે યુપીએસસી કરવાનું નક્કી કરી તેની મહેનત શરુ કરી હતી. પ્રથમ બે વારના પ્રયાસમાં તે પ્રિલિમ્સમાં અસફળ રહી હતી. પરંતુ આ  નિષ્ફળતાથી  હતાશ ન થતાં પોતાનો નિયોજનબદ્ધ અભ્યાસ ચાલું રાખ્યો હતો અને આખરે સફળતા મેળવી છે.

૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધી યુપીએસસી પરીક્ષા માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાયા હતાં. સાતમી જાન્યુઆરીએ આ ઈન્ટરવ્યુ રાઉન્ડની શરુઆત થઈ હતી. યુપીએસસી દ્વારા ૨૦૨૪ની પરીક્ષા માટે આઈએએસ, આઈપીએસ સહિત કુલ ૧૧૩૨ પદ માટે ભરતી  યોજાઈ હતી.


Tags :