અગાઉ પણ 18 દિવસની કસ્ટડી અપાઈ હતી
ઝુબેરના મોબાઈલમાંથી પાકિસ્તાન સહિતના અન્ય દેશોના મોબાઈલ નંબરો મળી આવ્યા હતા
મુંબઈ - મહારાષ્ટ્ર એટીએસે ફરી એકવાર પુણેના સોફટેવર એન્જિનિયર ઝુબેર હંગર્ગેકરને કસ્ટડીમાં લીધો છે. ઝુબેરની બે મહિના પગેલાં અલકાયદા અને ભારતીય ઉપખંડમાં અલકાયદા જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે કથિત સંબંધો તેમ જ કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ઝુબેર અગાઉ અદાલતી કસ્ટડીમાં હતો તેને ગેરકાયદે પ્રવૃત્તિઓ(નિવારણ) અધિનિયમ (યુઅએપીએ) સંબંધિત કેસોની સુનાવણી કરતી વિશેષ અદાલતે ત્રીજી જાન્યુઆરી સુધી આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ની રિમાન્ડ પર મોક્લયો છે. આ બાબતે એક અધિકારીએ વધુ વિગત આપતા જણાવ્યું હતુ કે એટીએસે બુધવારે ઝુબેરને પોતાની કસ્ટડીમાં લીધો હતો કોર્ટેસ તેને ૩ જાન્યુઆરી સુધીની એટીએસ કસ્ટડીમાં મોકલ્યો છે.
યુએપીએ હેઠળ, આતંકવાદી કેસોમાં આરોપી માટે પોલીસ કસ્ટડીનો મહત્તમ સમયગાળો ૩૦ દિવસનો છે. ઝુંબેર (૩૭)ની પ્રતિબંધિત આતંકવાદી સંગૅઠનો સાથેના કથિત સંબંધો બદલ ૨૭ ઓકટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
આ બાબતે એક અધિકારીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ઝુબેરની ધરપકડ બાદ તેને ૩૦ દિવસની પોલીસ કસ્ટડી મળી શકે છે. ઝુબેરની આ પહેલાં ૧૮ દિવસ પોલીસ કસ્ટડી લેવામાં આવી હતી. તેના પાસે મળી આવેલ ઈલેક્ટ્રોનિક વ્સતુઓનું ટેકનિકલ વિશ્લેષણ બાકી હોવાતી એટીએસએ પોલીસ કસ્ટડીનો અધિકાર જાળવી રાખી તેને અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ એટીએસે વોરન્ટ લઈ ઝુબેરને બુધવારે વિશેષ અદાલતમાં હાજર કરતા કોર્ટે ફરીવાર તેને એટીએસની કસ્ટડીમાં મોકલી દીધો છે.
એટીએસે અગાઉ કહ્યું હતું કે તપાસ દરમિયાન ઝુબેરના જૂના ફોનમાં સેવ કરેલો પાકિસ્તાની નંબર મળ્યો હતો આ ફોનની વધુ તપાસ કરતાં સંપર્ક યાદીના વિશ્લેષણ દરમિયાન પાંચ આર્રાષ્ટ્રીય નંબરો સેવ કરવામાં આવ્યા હતા જેમાં એક પાકિસ્તાનના, બે સાઉદી અરેબિયાના અને એક-એક કુવૈત અને ઓમાનનો હતો. જો કે ફોનના કોલ ડિટેલ રેકોર્ડમાં આ સેવ કરેલા નંબરો પર કોઈ કોલ જોવા મળ્યા નહોતા તેવું એટીએસ અગાઉ જણાવ્યું હતું.
ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે ઝુબેરની પાકિસ્તાનના નંબર સિહત અલગ-અલગ નંબરો વિશે પૂછપુરછ કરવામાં આવી હતી પરંતુ તેણે દાવો કર્યો હતો સકે લતેને આ સંબંધિત કોઈ વાત યાદ નતી એટીએસે અગાઉ પુણે કોર્ટને જણાવ્યું હતું કે ઝુબેર કથિત રીતે શહેરના કોંઢવા વિસ્તારમાં આક્રમક રીતે ધાર્મિક પ્રવચનો આપતો હતો તેના ઘરની તપાસ દરમિયાન એટીએસને અલકાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (એક્યુઆઈએસ) એન્ડ ઓલ ઈટસ મેનિફેસ્ટેશન્સ શીર્ષક વાળી ડિલીટ કરેલી પીડીએફ ફાઈલો ધરાવતો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
આ સિવાય ઝુબેરે ઈદ-ઉલ-ફિત્ર પર અલકાયદાના દિવંગત વડા ઓસામાં બિન લાદેન દ્વારા આપવામાં આવેલ ભાષણનો ઉર્દૂ અનુવાદ પણ મેળવ્યો હતો તેના પાસેથી ઈન્સ્પાયર નામનું એક મેગેઝીન પણ મળી આવ્યું હતું. જેમાં ઓએસજી ગન સ્કૂલમાંથી એકે-૪૭ તાલીમના ફોટોગ્રાફસ અને ઓએસજી બોમ્બ સ્કૂલમાંથી એસીટોન પેરોકસાઈડનો ઉપયોગ કરીને આઈડી બનાવવાની પ્રક્રિયાની વિગતો આપતા દસ્તાવેજો હતા એમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું.


