Get The App

દસમાનું મહારાષ્ટ્રનું 98.5 ટકા પરિણામ - પુણે વિભાગ દેશમાં ચોથા ક્રમાંકે

- સીબીએસઈ બોર્ડ .

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News
દસમાનું મહારાષ્ટ્રનું 98.5 ટકા પરિણામ - પુણે વિભાગ દેશમાં ચોથા ક્રમાંકે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 15 જુલાઈ, 2020, બુધવાર

છેલ્લાં કેટલાંક દિવસોથી વિદ્યાર્થીઓને જેની પ્રતિક્ષા હતી તે સીબીએસઈનું દસમા ધોરણનું પરિણામ આજે ઓનલાઈન માધ્યમે જાહેર કરાયું છે. આ વર્ષે ૯૧.૪૬ ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે પરિણામમાં થોડો સુધારો જોવા મળ્યો છે. પરિણામમાં આ વર્ષે ત્રિવેન્દ્રમ વિભાગે બાજી મારી છે તો પુણે વિભાગ ૯૮.૦૫ ટકા પરિણામ સાથે ચોથા સ્થાને છે અને મહારાષ્ટ્રનું કુલ પરિણામ ૯૮.૫ ટકા આવ્યું છે.

દેશભરમાંથી કુલ ૧૮,૭૩,૦૧૫ વિદ્યાર્થીઓએ સીબીએસઈની દસમાની પરીક્ષા આપી હતી. તેમાંથી ૧૭,૧૩,૧૨૧ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ પ્રમાણ ગત વર્ષ કરતાં ૦.૩૬ ટકા વધુ છે. દેશભરમાં કુલ ૫,૩૭૭ કેન્દ્રો પર પરીક્ષા થઈ હતી. સીબીએસઈની દસમાની પરીક્ષા માટે કુલ ૧૮,૮૯,૮૭૮ વિદ્યાર્થીઓએ રજી સ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં ૭,૮૮,૧૯૫ વિદ્યાર્થિનીઓ, ૧૧,૦૧,૬૬૪ વિદ્યાર્થીઓ તેમજ ૧૯ ટ્રાન્સજેન્ડર હતાં.