વિદ્યાર્થી
દીઠ કમિશનમાં બધાનો ભાગ હતો
મનીષાએ
જ પેપર ફોડવા માટે અધ્યાપકોનો કોન્ટેક્ટ કર્યો, બાદમાં ગ્રાહક વિદ્યાર્થીઓ પણ તેણે શોધ્યા
મુંબઈ
- નીટ પેપર લીકમાં પુણેથી ઝડપાયેલી બ્યુટિશિયન મનીષા વાઘમારે મુખ્ય કડી
હોવાનું સીબીઆઈની તપાસમાં જણાયું છે. આ
મહિલાએ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકો શોધવા, શાળાઓમાં
વરિ શિક્ષકોનો સંપર્ક કરવા અને બદલામાં લાખો રૃપિયાનું કમિશન મેળવવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પેપર લીકનું આખું
નેટવર્ક રચ્યું હતું.
આરોપી
બ્યુટિશિયન મનીષા વાઘમારેને ક્યાંકથી જાણ
થઈ કે મનીષા માંઢરે નીટ પેપર સેટ કરતી
સમિતિમાં છે. વાઘમારેએ તરત જ માંઢરેને
મળીને પેપર લીક કરવાનું કાવતરું ઘડયું
હતું. તેણે આ કાવતરામાં નિવૃત્ત શિક્ષક પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણીને પણ સામેલ
કર્યા હતા. વાઘમારે તેના બ્યુટી પાર્લરના વ્યવસાયને કારણે ઘણા વાલીઓ અને
વિદ્યાર્થીઓના સંપર્કમાં આવતી હતી. ટયુશન આપવાના બહાને તેણે
જરૃરિયાતમંદ અને શ્રીમંત
વિદ્યાર્થીઓ શોધવાનું શરૃ કર્યું હતું. એક વિદ્યાર્થી પાસેથી પેપર માટે ૧૦
લાખ રૃપિયાનો સોદો નક્કી થયો હતો. આ ૧૦
લાખ રૃપિયામાંથી, વાઘમારે, માંઢરે અને કુલકર્ણી ૨.૫થી ત્રણ લાખ રૃપિયા એકબીજામાં વહેંચવાના હતા.
મનીષા
વાઘમારેએ તેના જૂના મિત્ર ધનંજય લોખંડે દ્વારા નાસિકમાં કાઉન્સેલિંગ વ્યવસાય કરતા
શુભમ ખૈરનારનો સંપર્ક કર્યો હતો. લોખંડેએ વાઘમારે પાસેથી મળેલ પેપર ખૈરનારને આપ્યું
હતું. ખૈરનારએ 'પીડીએફ' ફોર્મેટમાં પેપર ગુરુગ્રામના યશ યાદવને અને
પછી જયપુરમાં કાવતરાખોરોને મોકલ્યું હતું. ગયા મંગળવારે પરીક્ષા રદ થયાના કલાકોમાં
જ શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી હતી.


