અખાત્રીજે સોનાની ખરીદી એ શુભત્વનું પ્રતિક
લીલામ પહેલાં તમામ સોનાની દાનની વસ્તુઓ પ્રદર્શન માટે મૂકવામાં આવશે
મુંબઇ - મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોનાના દાનની જાહેર હરાજી યોજવાની જાહેરાત કરી છે, આ લીલામી અક્ષય તૃતીયાના દિવસે ૧૯ એપ્રિલે યોજાશે. હરાજી મંદિર પરિસરમાં સવારે ૧૧ઃ૦૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી યોજાશે અને આ શુભ દિવસે સોનું ખરીદવાનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે.
હરાજીમાં ભગવાન ગણેશને અપત સોનાના વિવિધ આભૂષણો જેમ કે મૂતઓ, લોકેટ, મોદક, વીંટી, ચેઇન અને હાર સામેલ રહેશે. ઉપરાંત ચાંદીના બાર તથા અન્ય ઉચ્ચ શુદ્ધતાવાળા સામાન પણ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે હરાજી પહેલા તમામ વસ્તુઓ જનતા માટે પ્રદર્શનમાં રખાશે, જેથી પારદશતા જળવાઈ રહે.
મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે હરાજી સરકારી નિયમો અને માર્ગદશકા મુજબ પારદર્શક રીતે યોજાશે. અખા ત્રીજ એ સોનું ખરીદવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે, જે સમૃદ્ધિ અને શુભત્વનું પ્રતિક છે. આ પહેલ દ્વારા મંદિરને મળતા કિંમતી દાનનું યોગ્ય સંચાલન અને ઉપયોગ પણ સુનિશ્ચિત કરવામાં આવશે.


