ભાઈ
માટે પીએસઆઈ બન્યો મુન્નાભાઈ
પીએસઆઈ
તથા તેના ભાઈ સામે ગુનો દાખલઃ ૨૦૧૬માં નકલી આઈકાર્ડના સહારે પરીક્ષા આપી હતી
મુંબઈ
- પુણેમાં એક પોલીસ સબ- ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) પોતાના ભાઈને ખાખી યુનિફોર્મ અપાવવા
માટે ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસની જેમ ડમી ઉમેદવારની ભૂમિકા ભજવી હતી. પિંપરી-
ચિંચવડ પોલીસ કમિશનરેટના આ પીએસઆઈએ ૨૦૧૬માં પોતાની ભાઈની જગ્યાએ પોલીસ ભરતીની
લેખિત પરીક્ષા આપી હતી.
આખર
ે નવ વર્ષ પછી તેની ડમી ભૂમિકાનો પર્દાફાશ થયો હતો. પુણે પોલીસે આ પીએસઆઈની ધરપકડ
કરી છે. કોર્ટે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.
આરોપી
સુપ્પડસિંહ શિવલાલ ગુસિંઘેને પકડીને પોલીસે વધુ તપાસ આદરી છે. આ મામલામાં તેના ભાઈ
ગજાનન શિવલાલ ગુસિંઘે સામે છેતરપિંડી અને અન્ય કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસ
ભરતી પ્રક્રિયાના ભાગરૃપે ૨૪ એપ્રિલ,
૨૦૧૬ના પુણેના શિવાજીનગર પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં લેખિત
પરીક્ષા લેવામાં આવી હતી. ગજાનન ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર હતો. પાંચ અને છ એપ્રિલ,
૨૦૧૬ના ગજાનને ફિલ્ડ ટેસ્ટ આપ્યો હતો. ત્યારબાદ લેખિત પરીક્ષામાં
તેણે ડમી ઉમેદવાર બેસાડયો હતો. આ માટે નકલી આઈડેન્ટી કાર્ડ પણ બનાવવામાં આવ્યું
હતું.
આ
ગેરરીતિ પ્રકાશમાં આવતા પુણે પોલીસે ગજાનન અને તેની જગ્યાએ પરીક્ષા આપનાર વ્યક્તિ
સામે કેસ નોંધ્યો હતો.
લેખિત
પરીક્ષાનું વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. ફૂટેજ મુજબ લેખિત પરીક્ષા આપનાર ઉમેદવાર
ગજાનનના બદલે તેનો ભાઈ સુપ્પડસિંહ હતો. છેવટે તેની ધરપકડ કરાઈ હતી.


